SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૯ ગેજમદમન. મહારાજ ! આપની પ્રસન્નતા એ મારાં અહેભાગ્ય છે હાલમાં હું પાઠકને ત્યાં રહીને શસ્ત્રકળા અને શાસ્ત્રકળામાં પ્રવિણતા મેળવું છું. પાઠક મારા ધર્મપિતા છે, આશ્રયદાતા છે, તેમનું મકાન પણ આપનું જ મંદિર છે ને?” અગડદત કુમારે વિનયથી રાજાને પ્રત્યુત્તર આપે. “વત્સ! જેવી તારી ઈચ્છા ! આ મંદિર, આ રાજસભા તારા વગર સૂની છે, અવાર નવાર આવી અમારી રાજ્યસભાને અલંકૃત કરજે-ભાવજે. અમારા સરખું કામકાજ સુખેથી ફરમાવજે.” રાજાએ અતિ આગ્રહ નહિ કરતાં કુમારની મનાઈ ચ્છાને અનુસરીને કહ્યું, પણ રાજ્યસભામાં આવવાની ભલામણ કરી. એમાં હું મોટું માન સમજું છું. આપે પુત્રની માફક મારૂં અધિક વાત્સલ્ય કર્યું છે, એ એશાન પણ શું આપનું ઓછું છે ? હવે હું આપની રજા લઈશ.” કુમારે રાજાનો ઉપકાર માનીને રજા લીધી. જે આ રાજ્ય તારું પોતાનું જ સમજજે. જે સુંદરરાય તારે પિતા છે તેવાજ મને ગણજે. કાંઈ પણ ભેદભાવ રાખીશ નહિ.” એમ કહીને રાજાએ કુમારને ઉત્તમ વસ્ત્ર આભૂષણોનો સરપાવ આ. શુભલક્ષણોપેત ઉત્તમ અશ્વ કુંવરને બેસવાને ભેટ આપે. એવી રીતે રાજાનું માન પામીને કુંવર પાઠક સાથે પિતાના આશ્રમમાં આવ્યો. - દાસીને પોતાના પ્રિયતમના સમાચાર લેવા મોકલીને મંજરી પવિત્ર સાદું વસ્ત્ર પહેરી દેવની પ્રાર્થના કરવા લાગી. એક ચિત્તે પ્રભુનું ધ્યાન કરવા લાગી. ધ્યાનમાં–ભક્તિ ભાવનામાં કેટલોક સમય વીતી ગયે. એટલામાં સખીએ આવીને વધામણ આપી “બાઈજી ખુશ ખબર ! ખુશ ખબર!” * - સખીનાં શબ્દો શ્રવણચર થતાં મંજરીએ પિતાનું ધ્યાન પરિપૂર્ણ કર્યું. “સખી! કહે! કહે! શું થયું? પરિણામ શું આવ્યું ?” એ સાદા જણાતા શબ્દો કેવા ભાવભર્યા હતાં, તે કેણ સમજી શકે ? સાંભળનાર બિચારી અલ્પજ્ઞ સ્ત્રી હતી. એવી
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy