________________
આ ચરિત્રની અંદર આવેલ હકીકતને સાર આ સાથે ટુંકામાં આપેલ છે તે વાંચવાથી આ ચરિત્રમાં રહેલી ખુબી સમજી શકાશે. એમાં પ્રાસંગીક કથાઓ પણ ઘણી આવેલી છે, તેનું લીસ્ટ પણ પાછળ આપેલું છે, તેમાં અડદત્ત મુનિએ કહેલ પિતાનું વૃત્તાંત અને ગુણવર્માની કથા ઘણા વિસ્તારમાં આપેલ છે. તે ખાસ વાંચવા લાયક છે, ઉપદેશક છે, અસરકારક છે. બીજી કથાઓ પણ રસીક છે. આ ચરિત્રમાં આવેલા મુખ્ય પાત્રની ઓળખાણ આપવા માટે તેનું લીસ્ટ પણ આ સાથે આપેલ છે. તેથી તે તે પાત્રને ઓળખવામાં સરળતા થાય છે. આ ચરિત્રને ભાષામાં લખતાં તેના ૭૨ પ્રકરણો પાડવામાં આવ્યા છે, તેના અનુક્રમણિકા આ સાથે આપેલી છે. તે પ્રકરણોનું મથાળું વાંચતાં તે પ્રકરણમાં શું હકીકત છે તે ટુંકામાં સમજી શકાય છે.
કમલમાં સુગંધ તો ઘણી હોય છતાં એ ખુશબોને ચોતરફ ફેલાવનાર તે પવન જ હોય છે, તેમ લેખકોની અણમોલ કૃતિઓને પ્રસિદ્ધિમાં લાવવી એ તો સજ્જનોનું જ કર્તવ્ય છે. લેખકો અનેક પરિશ્રમે લખી શકે, કિંતુ લેખકેની આવી અમુલ્ય કૃતિને સ્વાદ તો વાંચકો જ લઈ શકે અને લેવરાવી શકે.
લેખકના છદ્મસ્થપણને લીધે વાંચક મહાશયને આ પુસ્તકમાં કોઈ પણ સ્થળે કાંઈ પણ દોષ કે ભૂલ માલૂમ પડે તે તેને માટે લેખક ક્ષમા ચાહે છે. બાકી તો લેખકે એ મૂળ વાતને ફક્ત નવલકથાના સ્વરૂપમાં મૂકી યોગ્ય સ્થળે રંગ પૂરવાનું જ કાર્ય કર્યું છે, તે સિવાય કલ્પના ચલાવીને પિતાનું ડહાપણ પ્રાયે બતાવ્યું નથી. અત્યસં.
અશાહ શુદિ ૧ શ્રી જૈન ધર્મ પ્રસારક સભા. સં. ૧૯૮૨ ઈ
ભાવનગર.
1
T
/