SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ ધમ્મિલ કુમાર. કરતાં સરોવરમાંથી જેમ કમળ પ્રગટ થાય, છીપમાંથી જેમ મોતી નિપજે તેમ સુભદ્રાએ ગ્ય સમયે પુત્રને જન્મ આપે. પુત્રજન્મના મહોત્સવ સમયે પિતા. લક્ષશ: દ્રવ્યને વ્યય કરવા લાગ્યું, કેમકે શ્રીમંતોને લક્ષકેટી દ્રવ્ય કરતાં પુત્રજન્મનો લાભ અધિક મનાય છે એવી નીતિ છે. વળી રાજમાન્ય તે રાજા જેવોજ ગણાય એ ન્યાય–નયમને અનુસરીને સુરેંદ્રની પ્રીતિને અર્થે પિરવાસી જને પણ નગરશેઠના પુત્રજન્મ મહોત્સવ કરવા લાગ્યા. નામકરણને દિવસે પિતાના સ્વજન, સંબંધી, કુટુંબીજન વગેરે સર્વેને જમાડી–સંતોષી નગરશ્રેષ્ઠીએ તેમની આગળ જણાવ્યું કે–“ધર્મ કરવાવડે કરીને આ પુત્ર થયું છે. એટલે કુટુંબીજનેએ ધન્સિલ એવું તે પુત્રનું નામ પાડ્યું. પાંચ ધાવમાતાથી લાલનપાલન કરાતા, શુકલપક્ષમાં જેમ ઈદુની કળા વૃદ્ધિ પામતી જાય તેમ ધમિલ વૃદ્ધિ પામવા લાગ્યો. ખાવું, પીવું, બેસવું, ઉઠવું એ સર્વે પુત્રની ક્રિયા પિતાને ઉત્સવના હેતુભૂત થવા લાગી. વયે કરીને, શરીરે કરીને વૃદ્ધિ પામતા ધમ્મિલ જ્યારે પાંચ વર્ષને થયો, ત્યારે પિતાએ કળા–અભ્યાસમાં નિપુણતા મેળવવાને માટે તેને કળાચાર્યને સુપ્રત કર્યો. અ૫ વર્ષોમાં કળાચાર્યને સાક્ષીભૂત રાખીને ધમ્મિલ સકળ કળામાં વિદ્યાભ્યાસમાં પારંગત થયે. એ સર્વે કળાઓ એક ધર્મકળા વગર શૂન્ય છે. એવું જાણનાર શ્રેષ્ઠીએ તેને ધર્મને અવબોધ થાય તે માટે સાધુની પાસે ધમભ્યાસ કરવાને મૂક્યો. તે સમયે ધનવસુ શેઠની યશોમતી કન્યા પણ તેમની જ પાસે ધર્મને અભ્યાસ કરતી હતી. ધમ્મિલ સાધુ પાસેથી ધર્મસંબંધી નવનવું કૃત મેળવવા લાગ્ય–અભ્યાસ કરવા લાગ્યો. અનુક્રમે ધર્મશાસ્ત્ર સંબંધી સક્ષમ વિચારમાં તે વિદ્વાન સાધુ સરખે થયે, જીવાજીવાદિ નવ પદાર્થો વિસ્તારથી તેના હૃદયમાં સ્ફરવા લાગ્યા. નાટકની રંગભૂમિમાં પાઠ કરતા નટના હૃદયમાં જેમ પિતાનું વ્ય કુરે તેમ બાલ્યાવસ્થાનું તે ક્રમે કરીને ઉલ્લંઘન કરતે રમણી જનને વલ્લભ એવા વૈવનવામાં આવ્યું. કિંતુ તે અનંગ શિકારીને હજીસુધી શિકાર થયે નહોતો. ઉંડા જળમાં જેમ માછલું લીન હાય તેમ હજીપણ તેનું મન શ્રુત અભ્યાસમાં-નવનવું જ્ઞાન મેળવ
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy