SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ શિખામણને સદુપયોગ. ૭૯ શ્રાવક સંબધી આચાર વિચારનું પુસ્તક છે, તેનું હું અધ્યયન કરૂં છું.” શબ્દો મેહક છતાં સાદા અને સરલ હતાં. ગંભીર હૃદયના ઉંડાણમાંથી નીકળતા હતા. નિરાશ મનુષ્યના અંતરમાંથી જાણે એ પ્રગટ થયા હોય તેવો એ શબ્દમાં ભાવ હતો. “ જ્ઞાનને અભ્યાસ એ ચિત્તને વશ કરવાનું ઉત્તમ સાધન છે. જ્ઞાનમાં ચિત્ત રાખવાથી સંસારની આળપંપાળમાં ભટકતું મન તેમાંથી નિવૃત્ત થઈને તેમાં સ્થિર થાય છે. જ્ઞાનના સાધથી આત્માને કાંઈ જુદોજ શાંતિનો અનુભવ થાય છે.” સુભદ્રા શેઠાણીએ યમતિની પાસે આસને બેસતાં કહ્યું. આપનું કહેવું સત્ય છે. જ્ઞાનધ્યાનમાં-ભણવાગણવામાં મારું ચિત્ત ધીરે ધીરે હવે લાગતું જાય છે. અજ્ઞાનપણ કરતાં જ્ઞાનની લહેજત-તેનો સ્વાદ કાંઈ ઓરજ સમજાય છે. દુ:ખના દિવસેમાં પણ હૃદયમાં શાંતિ અનુભવાય છે.” એ પોતાના શબ્દો પોતાને દિલાસારૂપ હતા. બોલનારીનું વદન ચંદ્રવદન છતાં ગંભીરતાથી ભરેલું હતું–શાંત હતું. “તારા જેવી સદ્ગણી વહુથી હું ઉજળી છું. દીકરો તો કપુત ઉઠ્યો, પણ વહુ સુલક્ષણ છે, તેથી મને સંતોષ છે.” કેઈન એમાં શું વાંક? મારા ભાગ્યમાં એટલી કંઈક ખામી-ચૂક પડી હશે તે અવશ્ય ભોગવવી પડશે. દુષ્કર્મ બાંધ્યું હોય તે ભગવ્યા વગર કાંઈ ઓછું જ છુટે છે. સંસારમાં દુ:ખના દિવસો પણ ધીરજથી ભેગવી લેવા જોઈએ; કેમકે સુખ પછવાડે દુઃખ અને દુ:ખ પછવાડે સુખ એમ ચકની ધારાની માફક સંસારની રેંટમાળ ફર્યા જ કરે છે, આપણું તેની આગળ શું ઉપજે છે ?” પતિથી તજાયેલી તરૂણ તપસ્વિનીના એ શાંત રસભર્યો મધુર શબ્દો હતા, ભાવથી ભરેલા હતા. “વહુ બેટા ! તું બધું સમજે છે. તારા જેવી સમજુને વિશેષ શું કહેવું? તારે કાંઈ પુસ્તક પાનામાં દ્રવ્યની જરૂર પડે તો બેશક વાપરજે, અથવા તો ધર્મકૃત્ય કરવામાં, પ્રભુભકિતમાં, જિનેશ્વરની ત્રિકાળ પૂજા કરવામાં આપણું ઘરની સંપત્તિ પ્રમાણે ખર્ચ કરજે.
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy