SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ અદ્દભુત લુંટારે. ૨૧ માટે પ્રભુ ! તમે પ્રજાના સ્વામી છો–રક્ષણ કરનારા છો-સમર્થ છે, માટે એ અદશ્ય ચારને પ્રગટ કરીને તેને શિક્ષા કરે; નગરીને ભયના ત્રાસમાંથી મુક્ત કરે. રોજ પ્રભાત થાય છે ને નવી નવી બૂમ પડે છે. આ સર્ષા બંદોબસ્ત છતાં કેણ જાણે એ કેવી રીતે લુંટે છે? તેને હાથ કરવાનો અમારો ગર્વ તો મળી ગયો છે; માટે રાજન ! આપે તે સંબંધી પ્રયત્ન કરી અમને સંકટમાંથી મુક્ત કરવા જોઈએ. આપ સમાન ધણી છતાં અમારે–પ્રજાજનને શાની ભીતિ હેય? સૂર્ય ઉદય છતાં શું અંધકાર હોઈ શકે? પણ આ તો વિપરીત વાત બની છે.” રાજા એક દિવસ રાજસભામાં બેઠેલા હતા, તેના અમીર, સામંત, સરદાર, મંત્રીઓ વગેરે પિતપતાના આસને બિરાજેલા હતા, તે સમયે અગ્રગણ્ય મહાજનમાંથી પાંચ ડાહ્યા પુરૂષોએ આવીને રાજાને ઉપરની ફરિયાદ કરી, કે જે પુરૂષ પ્રજામતથી ચુંટાયેલા હતા. તેઓ રાજાને પણ માનનીય એવા નગરના માનવંતા મુખ્ય પુરૂષ હતા, બુદ્ધિ અને લક્ષમીથી ઉજવળ મોટા વ્યવહારી હતા. વ્યવહાર અને વ્યાપારમાં પ્રમાણિક ને કળાકુશળ હતા. રાજાએ તેમની વાત સાંભળીને તરતજ ક્રોધાયમાન થઈ કેટવાળને બોલાવ્યો અને કહ્યું-“અરે દુષ્ટ! અધમ! રાજને પગાર ખાય છે ને પ્રજાની રક્ષા તો આવી જ રીતે કરે છે! કઈ ચોર પોતાની કુટિલ કળાઓ ફેરવી પ્રજાને લુંટે છે–હેરાન કરે છે, છતાં રે નરાધમ ! તેની તું ઉપેક્ષા કેમ કરે છે? યાદ રાખ કે એની શિક્ષા આજે તારે ભયંકર રીતે ભોગવવી પડશે–અધિકાર ઉપરથી દૂર થઈ તારે જેલખાને સડવું પડશે! ” મહારાજ ! શાંત થાઓ, પ્રભુ! એમાં મારો જરાય દોષ નથી. રાતદિવસ હું સુભટો સાથે જુદી જુદી બુદ્ધિનો ઉપયોગ કરીને તેને પકડવાનો પ્રયત્ન કરું છું, પરંતુ વિદ્યામંત્રોથી ભરેલે તે કયારે નગરમાં આવે છે? કયાં ફરે છે? તે સખ્રમાં સપ્ત અમારી ચેકી છતાં સમજાતું નથી. અનુમાન થાય છે કે રેજ તે નવા નવા વેશ કરી વખતે કવખતે નગરમાં ઘુસે છે. અ પણે તે પ્રજાને લુંટીને
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy