________________
૧પ૬
ધમ્મિલ કુમાર. ગયે. બીજી વખત પણ એ ખેચરે તેમની નિદ્રાને લાભ લઈને એકને સમુદ્રમાં ને બીજીને પર્વત ઉપર ફેંકી દીધાં તે પાછાં તેજ આશ્રમમાં મળીને કુળપતિની રજા લઈને નીકળ્યાં ને અહીં રાત્રી રહ્યાં.
નિદ્રા એ જે કે સર્વ ગુણને ઘાત કરનારી છે, છતાં કેટલાકને એ સુખદાયક પણ છે. દુઃખીઓને, રોગીઓને, ચિંતાતુરને નિદ્રા એજ વિશ્રાંતિનું સ્થાનક છે. પિયણુને રાત્રી સુખદાયક છે. નિશાચરેને-ઘુવડને રાત્રી સુખ આપનારી છે, ત્યારે સૂર્યવિકસિત કમળો રાત્રી આવતાં સંકોચ પામે છે. ચકર અને ચકેરી વિયેગમાં જ રાત્ર નિર્ગમન કરે છે. કુમાર પ્રિયાને મીઠી મીઠી વાતે સંભળાવતે હતા, એટલામાં પ્રિયાને નિદ્રા આવી ગઈ. જેથી પોતે પણ સુવાની તૈયારી કરવા લાગે. વળી વિચાર થયો કે “એને એ દુષ્ટ વિદ્યાધર આ વખતે પણ આવીને અમારી ગફલતનો લાભ લઈ જાય?” એમ ધારી પ્રિયાને એકલી છેડી તે નજીકમાં સંતાઈ ગયે. તરતજ એ દુષ્ટ વિદ્યાધર તેમને પાછાં મળેલાં જોઈ જુદાં કરવાને ત્યાં આવ્યું. પરન્તુ સ્ત્રીને એકલી જોઈને ચમ, છતાં પણ જેવો સ્ત્રીને ઉપાડવા જાય છે, તેવોજ કુમારે ખળું ખેંચીને પડકાર્યો. “રે દુષ્ટ ! ઉભું રહે, આજે તું મારા સકંજામાં આવ્યો છું, હમણાંજ તને તારા બંધને સ્થાનકે રવાને કરું છું. ” - કુમારનો ગર્જના ભર્યો પડકાર સાંભળીને એ વિદ્યાધર વાઘની આગળ બકરાની માફક થરથર કંપવા લાગ્યું. એ રાંકડે કરગરવા લાગ્યો-“અરે કુમાર ! એક વખત મને માફ કરીને છેડી મુકે ! હવે કઈ વખત તમને હેરાન કરીશ નહિ.”
દુષ્ટ ! મારા સકંજામાં આવેલો તને જવા દઉં! કહે હવે તને શી શિક્ષા કરૂં? બેભાન-નિદ્રામાં પડેલા માણસોને ઉચકીને આવી રીતે હેરાન કરે છે તેનું ફળ હવે આજેજ તું ભેગવ. ” એમ કહેતાંજ કુમારે તેની ઉપર તલવાર ઉગામી.
એ વિજળીની કાંતિસમી ખર્શધારા જોઈ ભય પામેલે વિધાધર કુમારના ચરણમાં પડીને માફી માગવા લાગ્યા, વારંવાર આજીજી કરવા લાગ્યા. દયા આવવાથી કુમારે ખડ્ઝ મ્યાન કર્યું અને