SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ સતીની ધીરજ ભાભી ! કહો, કહો, જે કંઈ મનમાં હોય તે કહો, આજે હું સાંભળવા ગ્ય છું, તમે કહેવાને યોગ્ય છે !” યશોમતીએ નિ:શ્વાસ નાખતાં કહ્યું. બલી કરતાં કેવી આવડે છે? મફતનું ખાવું ને મશીદે સુવું! સુતાં સુતાં ખાવાનું હોય તો ઠીક પડે, કેમ ખરું ને?” એમ બોલીને અભિમાની ભાભી ચાલતી થઈ. - જો કે ધનવસુશેઠ-શેમતને પિતા અને માતા એની તરફ મમતાળુ હતાં છતાં ભાભીઓ એને શાંતિથી રહેવા દે એમ નહોતું. તે તે વારંવાર એની ખબર અવારનવાર લેતી જ હતી–એને પજવતી હતી, છતાં યશેમતી પિતાનાં માતાપિતા કે ભાઈની આગળ એક શબ્દ માત્ર પણ એમની ફરિયાદ કરતી નહિ. કેમકે એ સર્વ કંઈ ધીરજથી સહન કરવાની, કરેલાં પાપોનું પ્રાયશ્ચિત્ત કરવાની એણે ટેવ પાડી હતી. ભાભીના ચાલી જવા પછી એણે એક દીર્ઘ નિઃશ્વાસ મૂક્ય અને ધીરેથી બોલી–“પાપીઓને આથકી વધારે દુ:ખ જગતમાં બીજું શું હોય ?” આમ બોલતી વેળા આંખમાં આંસુ હતાં. અંતર દુ:ખથા ભરેલું હતું. એટલામાં “પાપને નાશ થતાં ભાગ્યને ઉદય થાય છે.” આ શબ્દ એને કાને પડ્યા ને એ ચમકી. “કોણ બોલ્યું એ? કોણ છે અહીં?” ચારે બાજુ એણે જોયું તો તરત જ એક પ્રાભાવિક પુરૂષ એની નજરે પડ્યો. એ શબ્દો બોલતો એ પુરૂષ એની આગળ પ્રગટ થયે. ચિત્તવિવળ તરૂણું હાંફળી ફાંફળી બની એકદમ ઉભી થઈ ગઈ. અણધારેલું આ પુરૂષનું અહીં આવાગમન જે તે શું કરવું ને શું ન કરવું ? એ બધું એ ભૂલી ગઈ.' એ પુરૂષ તે બીજે કણ હોય ? એને પરણીને છોડી દેનારો આજ વર્ષો થયાં એની સારસંભાળ નહિ લેનારે એને પરણેલે પતિ જ હતું. બંનેએ ભાવભર્યા હૃદયે ક્ષણવાર પર્યત એક બીજા સામે જોયા કર્યું. એટલામાં તો એ હૃદયમાં અનેક ઉમિઓ પસાર થઈ ગઈ, અનેક ભાવ ઉત્પન્ન થયા ને એમાંજ સમાઈ ગયા. શ્યામ
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy