SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ્મિલ કુમાર. નચાવતી એ બાળા જાણે કાંઈ જોઈ રહી હોય અથવા તો કોઈના આવાગમનની રાહ જોતી હોય એમ વિહળપણે ઉભી હતી. જાણે વિજયી પુષ્પધન્વાએ જગતને જીત્યું-બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર એવા દુર્જય વિરેને પણ હરાવ્યા, તેથી વિજયેન્મત્ત બનીને જેમ ચકવતી રાષભકૂટ ઉપર પિતાનું નામ લખીને રાજી થાય છે તેમ તેણે વિશેષ વિજયી બનવાને માટે જગતના મનુષ્યને જીતવાને સારૂ આ સુંદર સાધન તૈયાર કર્યું હોય તેવી તે લાગતી હતી. આવા ઘોર અરણ્યમાં આમ એકાકી નવોઢા સુંદર બાળાને જોઈ ધમ્મિલ વિચારમાં પડ્યો-“શું આ જળદેવી હશે કે વનદેવી હશે? અથવા કિન્નરી, વ્યંતરીકે વિદ્યાધરી હશે? મનુષ્યની બાળાને તો આવા અરણ્યમાં કયાંથી સંચાર હોય?” એમચિંતવતો એ બાળાની નજીક આવ્યું. અને એ ઉત્તમ વર્ણવાળી, શોભાએ કરીને જેનું કાંતિમય ૌરવ ઝળકી રહ્યું છે એવી તે બાળાને પૂછયું—“હે મુગ્ધ ! તું કોણ છે? કયાંથી આવી છે? અને કેમ આવી છે?” એના પ્રત્યુત્તરમાં એણે ના છુટકે પિતાનું વૃત્તાંત ટુંકમાં જણાવ્યું-“હે ઉત્તમ ! સાંભળે. આ ભારતવર્ષમાં થઈ ગયેલા જિનેશ્વરેને મૂર્તિમંત યશપુંજ હોય એ ભરતક્ષેત્રની મધ્યમાં વૈતાઢ્ય પર્વત આવેલ છે. ભારતમાં સર્વે ને વિષે મુખ્ય એ એ વૈતાઢ્ય પોતે શરીરે અતિ ગરકાંતિને ધારણ કરી મસ્તકે સિદ્ધાયતનરૂપ રત્નને મુકુટની માફક રાખે છે. એની પહેલી મેખલાએ ઉત્તર દક્ષિણ એણિ ઉપર વિદ્યાધરનાં પચાસ ને સાઠ નગરે આવેલાં છે, તેમાં દક્ષિણ એણિએ શંખ સદશ ઉજવલ યશવાળું શંખપુર નામે નગર છે. ઉદ્ધત પવનવડે જે નગરીના રમણીય પ્રાસાદની ધ્વજાઓ ફરકી રહી છે એવા પ્રસાદમાં બેમચારી નરેને–વિદ્યાધરને નિવાસ છે. આ નગરને પુરૂષાનંદ નામે રાજા સમરાંગણમાં શત્રુઓને પોતાની અસિધારાથી વશ કરવામાં એવે તે પરાક્રમી છે કે મહાભારતના યુદ્ધમાં પ્રસિદ્ધ થયેલ ભારતનો અદ્વિતીય વિજયી વીર અજુન પણ એને મન હિસાબમાં નથી. શ્યામા એ નામની તે રાજાને મહારાણી છે અને નામ
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy