________________
સુખ દુઃખની વાટે.
૧પ૩ - “મહાપુરૂષ! મારા મહેલમાં હું સુતા હતા ત્યાંથી કેઈએ અદશ્યપણે મને ઉપાડીને સમુદ્રમાં નાખી દીધો. તેમાંથી પાટીયાની મદદથી આજ સાત દિવસે હું બહાર નીકળ્યો છું અને આજે પ્રથમજ હું આપનું દર્શન કરૂં છું.” ઈત્યાદિક ટુંકમાં કુમારે પિતાની હકીકત કહી સંભળાવી.
તાપસે તેના ચહેરા ઉપરથી ભુખ, તરસ તથા થાકથી કંટાબેલે જાણુને જંગલમાંથી કેટલાંક સ્વાદિષ્ટ ફળ લાવી આપ્યાં. તે ખાવાથી તથા પાણી પીવાથી કુમારને પરિશ્રમ ઓછો થયો. પછી તાપસે કહ્યું“હવે ચાલે અમારા આશ્રમમાં, અમારા ગુરૂજીની પાસે, તેમના પરિચયથી તમને શાંતિ થશે. તમને તે ગ્ય સગવડ કરી આપશે.”
હા ! ચાલે.” તેઓ બન્ને જણા ચાલતા અનુક્રમે તાપસના આશ્રમમાં આવ્યા. કુમારે આનંદ સહિત કુળપતિને વંદન કર્યું. એટલામાં નજીક ખુણામાં એણે પરિચયવાળે એક સ્ત્રીને રડતે સ્વર સાંભળ્યો, જેથી તાપસને એનું નામઠામ વગેરે પૂછ્યું. નિરધારીને જોતાં એ પિતાની પ્રિયતમા હોય એવું લાગ્યું, જેથી કુમારનું મન ઘણું અધીરૂં થઈ ગયું, એટલે તરતજ તાપસે એની અધીરાઈ દૂર કરતાં કહ્યું કે, “મહાનુભાવ! આ બાઈ તમારી સ્ત્રી છે કે શું !”
જવાબમાં કુમારે હા કહી.
જે તમારી સ્ત્રી છે તો એનું વૃત્તાંત તમને કહું તે તમે ખુશીથી સાંભળે. આજથી ત્રણ દિવસ પહેલાં હું વનમાં ફળ લેવાને ગયો હતો. ફરતાં ફરતાં જંગલમાં લતાકુંજની અંદર એક સ્ત્રીને મેં રડતી સાંભળી. રડતાં રડતાં તે શું બોલી રહી હતી. “હે દિગપાલો ! હે વનદેવીઓ! તમે સર્વે મારી વિનંતિ સાંભળો. હું તમને સર્વેને પ્રણામપૂર્વક હાથ જોડીને અરજ કરું છું કે મારે માટે મારા સ્વામી કેટલાં બધાં દુ:ખ સહી રહ્યા હતા. મારી ઉપર તે પ્રાણથી પણ અધિક વાત્સલ્ય રાખતા હતા. એણે કેઈપણ દૈવિક શકિતથી મારી ખાનગી વાત જાણીને પિતાના પરાક્રમથી મારે