SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ હાથનાં ક્યાં હૈયે વાગ્યાં. ૭૩ આખરે તમારે ત્યારે આજ જવાબ છે?” મહેતે બોલ્યો. હા, એમાંજ મારા સુખને માર્ગ છે.” તેણે કહ્યું. ઠીક ત્યારે રજા લઉ છું. ” વારૂ, આવજો ” મહેતો નિરાશ ચિત્તે ઘર તરફ ચાલ્યો ગયે. વસંત આ બધી વાતચિત સાંભળતી હતી. તેણીનું હૃદય કુમારના આવા જવાબથી ફીદા ફીદા થયું હતું. એ હદયને પ્રેમપ્રવાહ ઉભરાઈને બહાર જતો બતાવવા તે માણસ જેવો નીચે ઉતર્યો કે તરતજ હાવભાવે આંખ નચાવતી, ધમ્મિલને મળવાને તે બહાર ધસી અને ધમ્મિલ પણ અંદરના ઓરડામાં ધો. બનનેનાં હદયે પ્રેમથી એક બીજાને ભેટવાને આતુર થયેલાં તે અધવચમાંજ બન્ને એક બીજાને હર્ષ થી બાઝી પડ્યાં. એક બીજાએ હૈયા ઉપર ચઢેલે જુસ્સો ઉતાર્યો. એવી રીતે ધમ્મિલ અને વસંતતિલકાને સાંસારિક સુખ જોગવતાં કેટલોક સમય પસાર થઈ ગયા. પ્રકરણ ૧૪ મું “હાથનાં કર્યા હૈયે વાગ્યાં.” જગતનાં લેકે પુત્રને માટે અનેક પ્રકારના તપ, જપ અને વ્રત કરે છે. પુત્રને જ સ્વર્ગ આપનાર માને છે. વંશવૃદ્ધિને માટે, પિતાની શુભ ગતિને માટે તેને જ પોતાનું સર્વસ્વ માને છે અને અમારે તે અનેક પ્રકારના વ્રત વગેરે કરતાં પુત્ર થયો તે પણ અમારે ન થયે. આહા!તેને માટે મારા હૃદયમાં કેવી કેવી હશે હતી? કેવા મનોરથો અંતરમાં ભર્યા હતા? તે બધા ઠલવાઈ ગયા. પણ કઈ રીતે છોકરો ઘરરખુ ન જ થયે. માનવના પ્રયત્નો જુદા છે, વિધિનાં વિધાન જુદાં છે. પુત્રને ઠેકાણે લાવવા માટે બની શકે તેટલા ઉપાય ર્યા પણ આ તો ઉલટાં “હાથનાં કર્યા હૈયે વાગ્યાં. ” જે કર્યું તે ૧૦
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy