SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ ધમ્મિલ કુમાર.. રાજકુમાર સાથે કેટલાક સેવકજન હતા. કીડા કરવાને માટે રથ, હાથી, ઘોડા વગેરે બીજા પણ કેટલાંક સાધને તેમની સાથે હતાં. રાજસેવકને ગ્ય કામકાજની સૂચના કરીને સમવયસ્ક મિત્રની સાથે રાજકુમાર એ મનહર વનમાં આનંદની લ્હાણ લેવા લાગ્યો કે જ્યાં સેવકોએ પુષ્પોની લતાના જુદા જુદા ક્રીડામંડપો બનાવ્યા હતા. ગુલાબજળ મિશ્રિત જળ છાંટીને ભૂમિ પવિત્ર–શુદ્ધ કરી હતી. ચિત્ર વિચિત્ર ગાલિચાઓ પાથર્યા હતા અને ગગનમાં ઉંચે ચંદરવા બાંધ્યા હતા. સ્ત્રીઓના માંડવા જુદા હતા. પુરૂષોના પણ જુદા હતા. બધાં ત્યાં આવીને થાક ખાતાં બેઠાં, એટલે જરા સંગીત ચાલ્યું. પછી જમવાનો સમય થવાથી ભેજન માટે સર્વને નિમંત્રણ થયું. તરત જ બધા નજીકના મંડપમાં જમવાને ગોઠવાયા, યુવરાજ અને ધમ્મિલ બન્ને જોડાજોડ બેઠા; એટલે મણિરત્ન જડેલા સુવર્ણના થાળ સર્વેની પાસે મૂકયા. સુંદર સુધી જળ ભરેલા કળશ ભરવામાં આવ્યા. રાણી અને વિમળાએ એ સર્વ ક્રિયા થઈ ગયા પછી ઉત્તમ ઉત્તમ જાતની રસવતી સને પીરસી અને બીજા મિત્રોની પ્રિયાઓ પંખા લઈને જમનારાઓને પવન નાખવા લાગી. ઉદ્યાનમાં ભેજનખાતાની વ્યવસ્થા કરવામાં તેમજ પુરૂષની સગવડ સાચવવામાં સર્વે સ્ત્રીઓમાં સરદાર કમળસેના-કમળા જ હતી, તેના હુકમ મુજબ જ સર્વે થતું હતું. શાંતિથી રાજકુમાર સહિત સર્વે મિત્રો ઉત્તમ પ્રકારનાં સ્વાદિષ્ટ ભેજન જમ્યા. રાજકુમાર ધમિલ અને વિમળાને જેતે પિતાનું મસ્તક ઘણાવતે વિચાર કરવા લાગ્યું. “ઓહો ! આ બનનેને પ્રેમ તે અલૌકિક-અદ્વિતીય છે. કોઈ પણ પુરૂષોએ નકકી મને હું સમજાવ્યું હતું, આ ઉભય જેડાને પ્રેમ તો સ્વર અને વ્યંજન એકરૂપ થયેલા હોય તેની માફક લાક્ષણિક છે.” ભજનકાર્યથી પરવારી મંડપમાં બેઠા બેઠા તેઓ પાન બીડા ખાવા લાગ્યા અને તે પછી પોતપોતાના પતિના આસન ઉપર સર્વે સ્ત્રીઓ ગોઠવાઈ ગઈ. હવે તેમનું જમણ ચાલ્યું. રાણી યુવરાજના આસને બેઠી હતી. વિમળા ધમ્મિલના આસન ઉપર બેસીને ભોજન કરતી હતી. એવી રીતે સર્વે સ્ત્રીઓનું ભે
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy