________________
૨૬૬
ધમ્બિલ કુમાર. દીક્ષા! પ્રભુ ! આવી તરૂણ વયમાં !” કમલા ચમકી ને બેલી. “હા પ્રિયા! સૂર્યોદયે માતાપિતાની રજા લઈ ગુરૂ પાસે હું ચારિત્ર ગ્રહણ કરીશ. તું સાસુ સસરાની સેવા કરી સંસારમાં સુખે રહેજે.” અગડદને કહ્યું.
જે પતિની મતિ એજ સતીની ગતિ ! જ્યાં દેહ ત્યાંજ છાયા ! સંસારમાં સ્ત્રીને પતિથી બીજું શું વિશેષ છે? પ્રત્યે ! પણ તમારી સાથે સંયમ આદરીશ. મારા આત્માનું હિત કરીશ.” સતીએ પતિના કાર્યને અનુમોદન આપીને દીક્ષા લેવાની પોતાની મરજી પણ જણાવી.
“તું આવી સુકમળ છતાં વ્રતનું કષ્ટ શી રીતે સહી શકીશ! સંસારમાં રહીને જ ધર્મ સાધન કર. તારા આત્માને કલેશ થાય તેમ ન કર.”
સ્વામી ! જે તમારી ગતિ તેજ મારી ગતિનરકાદિકમાં પરાધિનપણે આત્મા અનેક દુઃખ સહન કરે છે, તો તેની આગળ સ્વાધિનપણે વ્રતનું અ૫ કષ્ટ શું હિસાબમાં છે?”
ઠીક! જેવી તારી મરજી?” પતિએ અનુમતિ આપી પ્રભાતમાં તૈયાર થવાને સૂચવ્યું અને પોતે મદનમંજરી-શ્યામદતાને મહેલે ગયો. ત્યાં જઈ તેણીને પોતાને ઉદ્દેશ કહી સંભળાવ્યો.
મંજરી! નરભવના ભોગે એ રેગોને કરનાર છે, તેમજ પ્રાણાતે દુર્ગતિને આપનાર છે, માટે હે રમણી! પ્રભાતે હું ગુરૂની પાસે વ્રત ગ્રહણ કરીશ–સંયમ આદરીશ. તમે સાસુ સસરાની સેવા કરજે–સંસારમાં સુખભર રહેજે.”
મદનમંજરીની રજા મેળવી માતા-પિતાના આવાસમાં આવ્યું. તેમને નમી દીક્ષા લેવાની અનુમતિ માગી. “માતા! ઉપકારી ગુરૂ દઢભૂતિ ઉદ્યાનમાં સમવસર્યા છે. તેમના ઉપદેશથા મારૂં અંતર સંસારના તાપથી તપી ગયું છે. પૂજ્ય માતા પિતા! તમારી આજ્ઞા હેાય તો પ્રભાતમાં હું દીક્ષા અંગીકાર કરી મારા આત્માનું શ્રેય સાધું.”