SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ રહસ્યને ફેટ. ૧૩૯ તે મનગમતી મજા ભેગવે, અને હું એને ભસે બ્રહ્મચર્ય પાળું. જેમ સરિતા હમેશાં નીચગામી , એવી જ નારીની સ્થિતિ છે; માટે આ તલવારથી જ એને કાપી નાખું કે જેથી એના વિશ્વાસઘાતનું ફળ ભલે પામે, અથવા તે એને એકલીને મારવાથી શું ? એના યારને પણ પરરમણના ફળને સ્વાદ ચખાડે; માટે પ્રથમ નિર્ણય કરવા દે કે એ આશક કોણ છે?” એ પ્રમાણે વિચાર કરીને ઉત્પન્ન થચેલા કેપને એણે સમાવ્યો. એટલામાં ચંદ્રશાળા આગળ એક વિમાન ખડખડાટ કરતું આવીને ખડું થયું, અને પિતાનું આગમન ધ્વજા ફફડાવવાવડે કરીને બતાવવા લાગ્યું. તે વિમાનને જોઈને કનક્વતી સખીની સાથે તેની પાસે ગઈ ને બન્ને જણા વિમાનમાં બેઠા. કુમાર પણ અદશ્યપણે વિમાનમાં ચઢી બેઠે. તરત જ વિમાન આકાશમાં ઉડ્યું. શું આ તે સ્વર્ગમાં જાય છે કે વૈતાઢ્ય ઉપર જાય છે?” ઈત્યાદિક અનેક સંકલ્પ વિકલ્પ ગુણવર્માને થયા. વિમાન તે સડસડાટ કરતું આકાશમાર્ગમાં ઉત્તરદિશાને રસ્તે ચાલ્યું. ઉત્તર દિશામાં એક મોટું રમણીય સરેવર હતું. તેની નજીકમાં નંદનવન સમું આનંદજનક એક સુંદર ઉદ્યાન હતું. આકાશમા ગમન કરતું વિમાન ત્યાં આવીને નીચે ઉતરી ઉદ્યાનમાં આવ્યું. સખી અને કનવતી વિમાનમાંથી નીચે ઉતરીને ઉદ્યાનમાં ચાલ્યા કુમાર પણ તેની પછવાડે ચાલ્યો. ત્યાં આગળ જતાં રત્નના પ્રકાશથી શોભાયમાન એવું એક જિનભુવન તેમના જેવામાં આવ્યું, જે જિનમંદિરમાં દેવતાઓ અને વિદ્યારે પણ પોતાના આત્માને ઉદ્ધાર કરવાને આવતા હતા. ચંદ્રની ચાંદની માફક આનંદ કરનારૂં એવું મંદિર જોઈ ભગવંતની પ્રતિમાને નમવાને તે બાળા ભુવનના રંગમંડપમાં આવી. તે તેની પહેલાં ત્યાં ત્રણ કન્યાઓ આવી હતી. એ ચારે કન્યાઓ જિનેશ્વરને નમીને બહાર જ્યાં વિદ્યાધરને રાજા બેઠે હતો ત્યાં આવી નમન કરીને ઉભી રહી, અને એ મહાબલ વિદ્યાઘરેશને પિતાના આવાગમનનું નિવેદન કર્યું. તે પછી વિદ્યાધરેશે રાત્રીએ સ્નાન કરીને શુદ્ધ થઈ પોતાના પરિવાર સાથે જિનેશ્વરનું અષ્ટપ્રકારે સ્નાત્ર પૂજન વગેરે કર્યું.
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy