SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ બસ્મિલ કુમાર પ્રયત્ન કરતાં મનુષ્ય જે નજીવી વસ્તુ પણ નથી મેળવી શક્ત, તે પુણ્યના આકર્ષણથી જંગલમાં હોય તો પણ લાખો કોશથી ખેંચાઈને ત્યાં તેના ચરણમાં અથડાય છે. પાપના પ્રભાવથી અતિયત્નથી ગોપવેલી વસ્તુઓ પણ નષ્ટ થઈ જાય છે. જમીનમાં દાટેલું ધન કોલસા થઈ જાય છે. ફાલી ફુલી લીલીવાડી પણ કરમાઈને સુકાઈ જાય છે; ત્યારે પુણ્યથી એ બધું અનાયાસે મળે છે. આત્મા તે એક સાક્ષીભૂત છે. સારાં ખોટાં કર્મ કરનાર છે, એના ફળને ભેગવનારે છે. જગતમાં આપણું પેદા કરેલુંજ આપણને મળે જાય છે. જેવી કમાણું કરીએ છીએ તેવું ભવિષ્યમાં મળી રહે છે. સુકૃત કરનારને સારૂં મળે છે, પાપ કરનારને તેવું જ ફળ ભોગવવું પડે છે, એમાં ધારેલું શું કામ આવે ? લગભગ પહેાર રાત્રી વહી ગઈ હતી, જગત શાંતિની શય્યામાં આરામ લેતું હતું. મનુષ્યોને અવરજવર કવચિતજ નજરે પડતો હતો. રાત્રી અંધારી હતી. આકાશમાં અસંખ્ય તારાઓ વિદ્યમાન છતાં જગત ઉપર તે જોઈએ તે પ્રકાશ પાડી શકતા નહોતા. જેથી ચેર, જુગારી ને વ્યભિચારી જોને આ સમય ઠીક ઉપયોગી થઈ પડતા હતા. એવી વખતે એક રથ એ જીર્ણોદ્યાનમાં આવ્યા, તે એ જીર્ણ મંદિરના દ્વાર આગળ જ આવીને અટકે. રથની હાંકનારી બાઈ રથ ઉપરથી નીચે ઉતરી પડી ને મંદિરના દ્વાર પાસે આવી બોલવા લાગી—“ ધમ્મિલ ! ધમ્મિલ ! અહીં કઈ ધમ્મિલ છે કે ?” પિતાના નામને સાદ સાંભળીને મંદિરની અંદર સુતેલે અને વિચારના વાવાઝોડા સાથે અથડાતે ધન્મિલ ચમ-“ઓહો! કે મને બોલાવે છે? આવી અંધારી રાત્રે એ કોણ હશે? સ્વર તો કોઈ સ્ત્રીને જણાય છે.” તે મનમાં ગણગણ્ય. હા, હું અંદર છું, હું જ ધમ્મિલ છું. ” કંઈક નિશ્ચય કરીને પછી ધમ્બિલે કહ્યું. “આવ, આવ, ઝટ બહાર આવ, અને રથ ઉપર બેસ, આપણે ઝટ ચંપાપરી તરફ રવાને થઈએ. ” એ બાઈની એવી વાણું સાંભળીને વળી તે વિચારમાં પડયે.
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy