SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ ધમ્મિલ કુમાર નાકળી. મટકીમાં દહીંને બદલે ચ દ્રહાસ મંદિર પ્રધાનજીનો ઘાટ ઘડવાને ભરી હતી. બજારના લેકે એ રૂપસુંદરીને જોઈને પિતાનું ભાન ભૂલી જવા લાગ્યા. “વાહ! શી રૂમઝુમ કરતી ચાલી જાય છે? એનાં નખરાં તે જુઓ ! બજારમાં ગેરસ–દહીં વેચતી વેચતી, આંખના અણસારા કરતી, મંત્રીશ્વર જ્યાં ચોકી ઉપર બેઠા છે ત્યાં આવી; અને એ મધુરી કોયલની જેમ ટહુકી. “દહીં લેવું છે દહીં. આ મીઠું ગોરસ લે ગેરસ.” એ મીઠે મનમેહક સૂર મંત્રીશ્વરના અંતરમાં ઉડે ઉતરી ગયે. તે સાથે જ તેમને વિવેક અદશ્ય થયે. બુદ્ધિ બહેર મારી ગઈ કર્તવ્યતા વિસરાઈ ગઈ. “બોલાવો એ મહિયારીને!” તરત જ હુકમ થયે. થોડીવારમાં મહિયારીને સિપાઈએ મંત્રીશ્વરની પાસે હાજર કરી. એારડામાં પ્રધાન અને મહિયારી એકલાં પડ્યાં. મહિયારી પણ હાવભાવપૂર્વક પોતાના મહીનાં વખાણ કરતી નેત્રકટાક્ષે પ્રધાન ઉપર ફેંકવા લાગી “પ્રધાનજી ! એ મહી મહી નથી, પણ મહીના રૂપમાં ખાસ અમૃત છે. અહો ! તેનાં શું વખાણ કરું? મારા હાથનું જરી લેશે?” | મહિયારણના હાવભાવ ને મેહનાં બાણથી પ્રધાન તે ફિદા ફિદા થઈ ગયે. મહિયારીના ગળામાં હાથ નાખી “જરા અહીં તે આવ ! તારા આ નાજુક હાથથી તારૂં આ સ્વાદિષ્ટ મહી મને ખવરાવ-મારૂં અંતર બહેલાવ !” એમ કહી તેને પાસે બેસાડી અને તેનો નાજુક હાથ રમાડવા લાગ્યું. મેટી મહેરબાની સાહેબ ! આપ મારૂં મહી ખુશીથી આગો! આરોગીને આ દાસી ઉપર પ્રસન્ન થાઓ તે પછી પૈસા આપજે.” આમ કહીને આહીરણે મંત્રીને લેભા-ફસા. લાવ ! લાવ ! ઝટ લાવ !” એ પ્રેમની પુતળીના હાથનુ મહી ખાવાને પ્રધાનનું હૃદય અધીરૂં બન્યું; કેમકે પુષ્પધન્યાના મૂઢ મારથી તે હતાશ–લાચાર થઈ ગયા હતા. એણે ઝળકતી રૂપાની પ્યાલીમાં આસ્તેથી મટુકીમાંથી ચંદ્રહાસ મદિરા કાઢી અને એ પ્રેમપ્યાલી મંત્રીશ્વરને મોડે
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy