SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ્મિલ કુમાર. અને યમતિની માતાએ અનુમોદન આપવાથી ધનવ શેઠ તર- - તજ સુરેંદ્રદત્તના મકાને ગયા. ત્યાં શેઠની સાથે વાત કરીને વેવિશાળાનું નક્કી કરી તરતજ ધમ્મિલને તિલક કરી શ્રીફળ આપ્યું. લગ્નના દિવસ જેવરાવી શુભ દિવસે બને ઘરે વિવાહના ઓચ્છવ માંડયા. વર કન્યા એક બીજાને ત્યાં જમવાને મિષે જવા આવવા લાગ્યાં. આંખેથી, હાવભાવેથી, જેવાથી, અરસપરસ સ્નેહ વૃદ્ધિ પામવા લાગે. સ્વજન કુટુંબીજનો સાજન માજનમાં અભિનય વસ્ત્રો પહેરીને મહાલવા લાગ્યા, ટુમ્બિક સ્ત્રીઓ લગ્નના દિવસોમાં ધવળ ગીત ગાવા લાગી. વરના સમવયસ્ક સ્નેહીઓ-મિત્રો પ્રિયાના ઉપાલંભ પૂર્વક મીઠી મશ્કરીરૂપ પુષ્પાંજલિ અર્પવા લાગ્યા. કન્યાની સાહેલીઓ કન્યાને વરના ઓઠાપૂર્વક પજવવા લાગી. એવી રીતે વરકન્યાઓને લગ્નના દિવસોમાં એ મીઠી પજવણીઓના ઉંડાણમાં પણ ભવિષ્યના સુખનાં છમકલાં પ્રત્યક્ષ થવા લાગ્યાં. એમ દિવસ જતાં લગ્નનો દિવસ આવી પહ; અને તે દિવસની ધામધુમ તે બેહદ વધી પડી. બંને ધનવંત હતા. એક એક ફરજંદવાળા હતા. આ અવસર બીજી વખતે આવવાનો સંભવ ઓછો હોવાથી વિવાહમહોત્સવમાં શું ખામી રહે? મોટી ધામધુમથી લગ્નની અણમોલ ઘટી પસાર થઈ ગઈ. દૂધમાં સાકર પડી ગઈ. વર અને વધુની લગ્નગાંઠ આજન્મપર્યત એજ્યમય–વામય મજબુત થઈ ગઈ. કન્યા પરણીને સાસરે આવી. વરની માતાએ વરકન્યાને પંખી લીધાં. એવી રીતે વરઘડીયા પર ણીને ઘરે આવ્યાં. પરણ્યા પછીનો આજે પહેલો દિવસ હતો. યશેમતિ એકલી મુંઝાય નહિ માટે સુમતિ તેની સાથે આવી હતી. હમણાં આપણે જોઈ ગયા છીએ કે નિશાએ પોતાના પ્રભાવની શરૂઆત કરી હતી અને નિશાનાથ પ્રેમીયુગલોનાં દિલ મન્મત્ત બનાવી રહ્યો હતો. દિવાનખાનાને વિશાળ ઓરડે તે જમાનાની ઉંચ કારીગરીના નમુનાને આભાસ કરાવતા હતા. ભિન્ન ભિન્ન ખુરશીઓ, સેફાઓ, સુંદર છત્રીપલંગ વિગેરે બરાબર વ્યવસ્થિત હતાં. નજીક એક સુંદર ટેબલ ઉપર મોટા સ્વર્ણમય થાળમાં પુષ્પ તથા
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy