________________
ધમ્બિલ કુમાર પાનથી મૂછિત બનાવીને તેના મંદિરમાંથી દૂર ફેંકાવી દીધું.” મિલે જે હતું તે ખુલાસે કરી દીધો.
“ હાં વેશ્યાઓ તે હંમેશાં ધનની જ લાલચુ હોય છે. ગમે તેટલું ધન આપતાં છતાં તે આશકની સગી થતી નથી. ધન હોય ત્યાં લગી હાવભાવ બતાવી ઠગે છે અને ધન ખલાસ થયું કે પછી ઘરમાં ઉભે પણ રહેવા દેતી નથી. ધિ છે એવા વેશ્યાવિલાસને !” મુનિએ કહ્યું.
હા ! હતાશ! લાચાર ! છતાં ભગવદ્ ! હું એને તજી શકું તેમ નથી. સ્નેહને પાશ મને એટલે તો દઢ લાગેલો છે કે તેના વિશે હું બળીને ભસ્મ થાઉં છું-મરી જાઉં છું. મોહસુગ્ધ થયેલ આત્મા પરવશતાએ દુ:ખ સહન કરે છે, પણ સ્વતંત્ર રીતે પરિસહ સહન કરવાની એની શક્તિ નથી. જેવી મારી સ્થિતિ દુઃખદાયક છે તેવી જ તેની પણ હશે.” ધમિલે પિતાના અંતરને સ્પષ્ટ ભાવ જણાવ્યું.
“ભલે, જેવી તારી મરજી! આજ તારૂં દુખ ને! જગતમાં પ્રાણુઓને એવાં એવાં દુઃખ હોય છે કે જેની આગળ તારું આ દુઃખ કાંઈપણ હિસાબમાં નથી. નરકમાં ક્ષણેક્ષણે દુઃખ અનુભવતા આત્માને સમયમાત્ર પણ શાંતિ હોતી નથી. તિર્ય ભૂખ, તૃષા, વધ, બંધન, રોગ, આતપ વગેરે અનેક પ્રકારના દુઃખોથી નિરંતર દુ:ખી જ રહે છે. રોગગ્રસ્ત મનુષ્ય હમેશાં રેગમાંજ ગરક રહ્યા છતાં સ્વપ્નમાં પણ સુખ અનુભવતા નથી. તેમની આગળ તારાં દુઃખ શા હિસાબમાં છે? મેં પણ તારાથી અધિક દુઃખ ભગવ્યું છે, કુમાર ! પણ ધીરજથી સહન કરતાં સર્વે સારું થશે.” મુનિએ કહ્યું. “ગુણવર્માની માફક હમેશાં તારે જાગૃત રહેવું જોઈએ. ભવપાશ તોડવાને તત્પર થવું જોઈએ.” - “ભગવદ્ ! કહો, આપે મારાથી અધિક દુઃખ કેવી રીતે ભોગવ્યું છે?” પોતાની કથની પૂર્ણ કર્યા બાદ ધમ્મિલે ગુરૂનું પૂર્વ વૃત્તાંત જાણવા માટે તેમને પૂછ્યું.