________________
- ધર્મદેશના
ધનને મળવા આવ્યા. મહાધને ઘણા દિવસે આવેલા પિતાના જુના મિત્રની ખુબ ભક્તિ કરી. ખાનપાન વિગેરેની સર્વે સગવડ સાચવી. એને માટે પિતાએ પુત્રને માસ લેવાને બજારમાં મેક. એની સાથે પિતાના મિત્રને પણ મોકલ્યું. બજારમાં ઘણે ઠેકાણે જોયું પણ માંસ મળી શક્યું નાહ, જેથી તેઓ ઘર તરફ પાછા ફરવા લાગ્યા; પણ એ મેમાન માને એમ ન હતું. તેણે સુનંદને માછીને ઘેર આવવા સમજાવ્યું. સુનંદે નિષેધ કર્યો, છતાં મેમાનના આગ્રહથી ? તેઓ માછીમારને ઘેર ગયા. અને એને ઘેરથી જીવતાં પાંચ માછલાં લઈ ઘર તરફ ચાલ્યા; કેમકે મિથ્યામતિને કૃપા કયાંથી હોય? ચાલતાં ચાલતાં તેઓ એક જળાશય પાસે આવ્યા, એટલે એ મિત્ર સુનંદને પાંચ માછલાં આપીને દેહશુદ્ધિ કરવાને ગયો. તે આવ્યું ત્યાં લગી સુનંદ સ્યાંજ થોભાણો.
ત્યાં માછલાંને તરફડતાં જોઈ હદયમાં દયાનું તત્વ જાગૃત થવાથી સુનંદે એ પાંચ માછ જળાશયમાં પધરાવ્યાં અને અનુકંપાથી તે દે, મસ્તકધુણાવતો બોલવા લાગ્યો કે-“પાપી નરેએ જળના ઉંડાણમાં રહેલાં આ મત્સ્યને પકડી લાવીને ઘણો અન્યાય કર્યો છે. અરે , પિતાના આત્માની ક્ષણિક તૃપ્તિને માટે જીવવધનું પાપ કરતાં પણ તેઓ અચકાતા નથી. પંચંદ્રિય જીની હત્યા કરતાં લેશ પણ ડરતા નથી. પરંતુ કેટલાક તો એમાં જ મૃત્યુ પામી જાય છે. કેટલાક જીવતાં છતાં બંધનમાં સપડાય છે. ખચિત આ જગત બધું અરાજકતાથી ભરેલું છે.” આમ બેલે છે એટલામાં તેના પિતાને મિત્ર દેહચિંતાથી પરવારીને આવ્યો ને માછલાં માટે પૂછ્યું. જવાબમાં સુનંદે જણાવ્યું કે-“ એ તો જ્યાંથી આવ્યા હતાં ત્યાં ચાલ્યા ગયા અર્થાત્ દયાબુદ્ધિએ કરીને મેં તેમને પાણીમાં છોડી દીધાં.”
મિત્ર –“અરે! વત્સ ! એ તે સારું કર્યું નહિ, એવી તારી ચપળતા શી? વિચાર વગર કાર્ય કરવાથી કરનારને કેવું પસ્તાવું પડે છે, તેની તને અપકાળમાં ખબર પડેશે.” બાળકની એ પ્રમાણે નિર્ભર્સના કરતે મિત્ર કોધથી ધમધમતે ઘરે આવી એનું ચરિત્ર એના બાપને કહેવા લાગે. જેથી પિતાએ પુત્રને પૂછયું-“શા માટે માછલાં જળમાં મૂક્યાં?”