________________
વિદ્યાધર બાળાને બાળા.
૪૦૩ . ણવગર ક્ષણ માત્રપણ જુદાં પડતાં નહિં એવો અમારે ભાઈ બહેનને
સ્નેહ હતો. હે સૌમ્ય ! આજથી ત્રીજે દિવસે રાતના એણે મને કહ્યું કે-“આજે હું કુશાગ્રપુર જાઉ છું, ત્યાં એક જણની સાથે મારે નેહ છે.” એમ કહીને એ ગયે તે ગાજ, આજ લગી પાછો આવ્યા નથી, તેથી એના સ્નેહથી ખેંચાઈને આજે હું અહીં આવી છું. અહીં ભમતાં ભમતાં જનશ્રુતિએ મેં સાંભળ્યું કે “મારા ભાઈને વધ તમારાથી થયા છે, જેથી હું તમારા ઉપર ગુસ્સે થયેલી તમને શોધતી ફરું છું. જેણે મારા બંધુનો નાશ કર્યો છે, તેનું આયુષ્ય નિશ્ચય ક્ષય થયેલું જાણવું. સર્પનું પુચ્છ છેદીને કણ માણસ સુખે રહી શકે છે? જેથી તમને હણવાને હું સત્વર અહીં આવી પરન્તુ કોણ જાણે તમારી પાસે આવતાં પાણીથી જેમ અગ્નિ શાંત થાય એમ મારે રોષ શમી ગયું છે ને મારા અંગોપાંગમાં જાણે અમૃત વરસ્યું હોય એમ આનંદ પ્રસરી રહ્યો છે, તે આ પરદેશી મેમાનની એગ્ય મેમાનગતિ કરે.” બાળાએ એ પ્રમાણે સ્વવૃત્તાંત જણાવ્યું
પ્રથમ રેષપૂર્ણ ને પાછળથી સ્નેહભરેલી એની વાણી સાંભ ળીને એ દાક્ષિણ્યની સ્વયંપ્રતિમા સાથે ધમ્મિલે ગાંધર્વવિધિઓ ત્યાંજ લગ્ન કર્યો ને પોતાના મંદિરમાં લાવ્યા. એ પ્રમાણે બત્રીશ પત્નીઓ સાથે સંસારસુખ ભોગવતાં દેવતાની માફક કેટલાંક વર્ષો . વ્યતીત થયાં. તારૂપી કલપવૃક્ષનાં પકવ ફળની માફક અનાસકતપણે તેમજ નિશ્ચિતપણે તે સ્ત્રીઓની સાથે ધમ્મિલ ભેગોને ભગવતો હતો.
કેટલેક કાળે સરોવરમાં જેમ કમળ ઉત્પન્ન થાય એમ લક્ષમીને ક્રીડા કરવાના સ્થાન જે વિમળાને પુત્ર થયે. સર્વાગ સુંદર, ગંભીર વનિવાળા, તેમજ કુંટુબનો ભાર ઉપાડવામાં સમર્થ એવા તે પુત્રને ધમ્મિલે મેટે જન્મઉત્સવ કર્યો. સગાંવહાલાંને આમંત્રણ
કરી જમાડીને તેમને સંખ્યા ને બારમે દિવસે પુત્રનું પદ્મનાભ ' નામ પાડયું.
એ પુત્ર અનુક્રમે આઠ વર્ષના થયા એટલે માતાપિતાએ એને અભ્યાસ કરવા માટે નિશાળે મૂકો. તે પિતાની હોશિયારીથી અને