________________
૩૯
સતીની ધીરજ આજ ફળીભૂત થઈ હતી. પછી “એ બધે મારા પૂર્વકર્મને દેષ હતા. એમાં તમે શું કરો ? એકજ બાપના બે દીકરા છતાં એક અમીર હોય છે, બીજો ફકીર હોય છે. એકજ ગુરૂના બે ચેલાઓમાં એક વિદ્વાન ને બીજો મૂર્ખ હોય છે. એકજ સમયે જન્મેલા બે પુરૂષોમાં એક દુનિયાની ઠકુરાઈ મેળવે છે, બીજે ખાવાના ટુકડા મેળવવાને રખડે છે. પ્રાણીઓને સુખ પૂર્વના પોતપોતાના પુણ્યને અનુસારેજ મળે છે. તે બાબત ગમે તેટલી હાય વરાળ કાઢવાથી શું વળે?” આ પ્રમાણે યશોમતી બોલી; કેમકે પતિભકિત એના હૃદયમાં જાગૃતજ હતી. તપશ્ચર્યાની આ એની અંતિમ ઘટિકા હતી.
આ જ પ્રિયે! તારું દુઃખ મેં જોયું છે, સાંભળ્યું છે. મારા જેવા બેકદર" સ્વામીને પામી તે જીંદગીભર દુઃખ જ મેળવ્યું છે. એ મારા સર્વે અપરાધ તું ક્ષમા કર.”
- “સ્વામી! વહાલા! મારો કાંઈ અવિનય થયો હોય તો ઉલટી તમારી ક્ષમા મારે માગવી જોઈએ, પુરૂષ તે હંમેશ સ્વતંત્ર છે, . તમારી મહેરબાની મેળવવાને તે અમારો હકકે છે. ”
“મારાં માતાપિતા સ્વર્ગે સિધાવ્યાં તેપછી અહીં મારૂં કોણ હતું ? પણ તારી હયાતી થકીજ મારું નામ અહીં જાગૃત હતું. ધીરજથી દુઃખ સહન કરીને તેં ઉભય કુળને અજવાળ્યું છે. સંસારમાં મારું નામ ઉજ્વળ કર્યું છે.”
જેવી ભવિતવ્યતા હતી તેમજ બન્યું છે, માણસને તો ફક્ત વિધિએ હથિયાર ગયું છે. આપને સુખી જઈ મારે મન તે સર્વસ્વ મળ્યું છે.”
“એ સુખમાં એક ખામી રહેવાથી તે અધુરૂં રહ્યું છે!”
અને તે ખામી?” તું પિતે?”
“એટલે?” - “તારા આવવાથી એ ખામી દૂર થઈ જશે સુખમાં ખુંચતી એટલી અગવડ તારા પ્રિય મેળાપથી દૂર થઈ જશે.”