________________
૩૯૮
મિલ કુમાર..
વાદળીમાં છુપાયેલા પૂર્ણિમાના ચંદ્ર સમું એ નૈરવ કાંતિવાળું યશોમતીનું વદન કરમાઈ ગયું હતું, કેળના ગર્ભ સમું નવયુવાન શરીર પ્રેમરૂપ જળસિંચન વગર ગ્લાન પડી ગયું હતું, નિસ્તેજ વસ્ત્રોથી એ મલિનતામાં વધારે કરી રહ્યું હતું, એવી અનેક આફતો પોતાની ઉપર આવવા છતાં એ સંદર્ભે પિતાને મૂળ સ્વભાવ તો નહોતે, કેમકે દુઃખમાં પણ ઉત્તમ જનોનો સ્વભાવ વિકારપણાને પામતા નથી.
દુઃખથી ભરેલા હૈયાવાળી યશોમતીને જોઈને ધમિલને અનેક વિચારે આવી ગયા. “ઓહો! માણસના સત્યની કસોટી તે દુ:ખના સમયમાં જ થાય છે. મારા વિશે આ બિચારી દુ:ખમાં–આશામાં જીવન વીતાડે છે. પુરૂષ તજેલી પ્રિયાને દુનિયા કેવી રીબાવે છે એના સત્યની કેવી કસોટી કરે છે? અરે! આવી સતીને મેં સંતાપી એ ઠીક ન કર્યું! મારા માતાપિતાના મરણ પછી જેણે પોતાની પાસે રહેલું દ્રવ્ય પણ મારા સુખની ખાતર અક્કાને મોકલી આપ્યું, અરે! છેવટે એક સૈભાગ્યચિન્હ રહેવા દઈ પિતાનાં સર્વે આભૂષણે પણ એણે વેશ્યાની દાસીને આપ્યાં, આવી એની વફાદારીને મેં દુષ્ટ તેને કે બદલો આપે? પિયરમાં માતપિતાને આશ્રય છતાં એ દુઃખમાં દિવસો ગુજારે છે. દુનિયામાં ભાભીઓનાં કડવાં વચને વિષના ઘુટડાની માફક પેટમાં ઉતારે છે. શી એની ગંભીરતા? શી એની સહનશીલતા ? મારે દેષ ન જતાં પિતાના પૂર્વકૃત પાપનેજ જુએ છે. આવી સતીઓ તે જગતમાં પૂજવાને ગ્ય છે.” ઈત્યાદિક વિચાર કરતે ધમિલ યશોમતીની પાસે આવ્યા. એને મૃદુ અને કરમાયેલ નાજુક હાથ પોતાના હાથમાં લઈ તે બે-“વહાલી ! ખચીત તારો હું ગુન્હેગાર છું; તેથી જ ડરતાં ડરતાં આજે તારી ક્ષમા માગીને તને મનાવવાને હું આવ્યો છું.” એ શબ્દો તુટક તુટક અને ગદગદિત હૈયામાંથી નીકળતા હતા, અત્યંત ભાવથી ભરેલા હતા. બોલનાર અને સાંભળનાર બને એના અંદરના ભાવ સમજી શકતા હતા.
અનેની ભાવભરી આંખો એક બીજા ઉપર ઠરી હતી. સ્વામીના શબ્દો સાંભળીને સતીએ જાણ્યું કે એની તપશ્ચર્યા આખરે