________________
સતીની ધીરજ.
૩૯૫ કાર્યસિદ્ધિનાં કારણે જ્યાં સુધી એકઠાં થાય નહિ ત્યાં સુધી કાર્ય સિદ્ધિ થતી નથી. એ પાંચમાં એકની મુખ્યતા હોય છે, ત્યારે બીજા ગણપણે પણ પોતાને પાઠ ભજવે છે.
પ્રકરણ ૬૮ મું.
સતીની ધીરજ કુશાગ્રપુરના એક સુંદર મકાનમાં સાદાં અને જીણું વસ્ત્રોથી વિભુષિત એક તરૂણું વાદળથી આચ્છાદિત ચાંદનીની પેઠે સુંદર છતાં ગ્લાનિ પામેલી વિચારમાં બેઠેલી હતી. એનું શરીર સુંદર ને નાજુક છતાં કરમાયેલું હતું. તરૂવરને આશ્રય લઈને એના અવલંબનથી શોભતી નાજુક લતા આશ્રયભ્રષ્ટ થતાં ને ઉપરથી સૂર્યનાં પ્રચંડ તાપને માર પડતાં જેવી દશાને પ્રાપ્ત થાય એવી સ્થિતિ આ તરૂણીની હતી. પતિથી ભ્રષ્ટ થયેલી સ્ત્રીને આશ્રય પિયર કહેવાય છે, છતાં એ પિયરમાં એને અનેક પ્રકારનાં કલેશ, સંતાપ, આતાપ સહન કરવા પડતાં હતાં. નાની મોટી ભાભીનાં મહેણું એને હમેશાં સાંભળવાં પડતાં હતાં. આડોશી પાડોશી સગાં સંબંધીજનો સ્વજનવર્ગ એને હણભાગી, દુર્ભાગી આદિ અનેક વિશેષણથી વધાવતાં હતાં. બીજાના દુ:ખને નહિ સમજનારાં સંસારી જને કયાંથી સમજે કે એના દિલમાં એને કેટલું દુઃખ થતું હશે? સ્ત્રી માટે તે જેને પતિએ તજી એને દુનિયાએ તજી એમ સમજવું. જે પતિની માનીતી હોય તે બધે માન પામે છે, બાકી તે પિતૃવાસમાં દુઃખે દિવસો કાઢતી અને જગતના ઓલંભા-મહેણાં સાંભળતી ને એકાંતમાં રડીને દુઃખના ઉભરા ઠલવતી તેને રહેવું પડે છે. એનો પ્રભુજ બેલી હોય છે. સંકટના સમયમાં એજ એની હાર કરી પૂર્વના કરેલ પાપનું પ્રાયશ્ચિત્ત કરાવે છે. દુઃખમાં અણને સમયે સહાય પણ એજ આપે છે. માણસના સત્યની કસોટી બરાબર કરે છે.
આ તરણું તે આપણું પૂર્વપરિચિત થશે.મતી હતી. જેની