Book Title: Dhammil Kumar Charitra
Author(s): Jayshekharsuri, Manilal Nyalchand Shah
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 415
________________ વતનમાં ૩૦૩ પછી તરતજ એ વસંતસેનાને ઘેર ગયે. વસંતસેનાએ પણ એને આદાત્કાર કર્યો. પોતાની પુત્રીને ધમ્પિલકુમારના આગમનની ખબર પહોંચાડી ને અક્કાએ કુંવરનાં ઓવારણુ–દુખણાં લીધાં. “વત્સ ! આજે ઘણે વર્ષે પણ તારાં પતાં પગલાં અમારે ત્યાં થયાં, એથી અમારું ઘર પવિત્ર થયું. તારા વિયોગે વસંતતિલકાએ પતિભકિત કેવી સાચવી છે તે તો એને આત્મા જ જાણે છે ને મારૂં મન જાણે છે. પતિને વિયેગે એક સતી સ્ત્રી જેટલું કરી શકે એ સર્વે એણે કર્યું છે, કઠીણું વ્રત પાળ્યું છે. એણે તારા સિવાય કેઈની સામે નજર પણ કરી નથી. તારા જવા પછી કેઈદિવસે એનું મુખ પણ હસતું મેં જોયું નથી. વિયેગમાં, શેકમાં, વફાદારીમાં, તારી ભકિતમાં અને પાપના પ્રાયશ્ચિત્તમાં તપશ્ચર્યાજ એણુએ કરી છે. આખરે વિધિએ એની અરજ સાંભળી અને તારા આવવાથી આજે એની તપશ્ચર્યા પૂર્ણ થઈ છે. જેવું એણે વ્રત કર્યું છે તેવું જ એને સુખ આપજે. એ તારી છે, જીવનના અંત પર્યત એ હવે તારીજ રહેશે. હું તને એને અર્પણ કરું છું. એના સુખમાંજ હું મારું સર્વસ્વ સમજુ છું ને મારા થયેલા અપરાધની હું તારી આગળ ક્ષમા માગું છું.” અકકા ડોશીએ ધમિલને માન સત્કારથી વધાવી અંતરની વાત કહેતાં વસંતતિલકાની સ્થિતિ કહી સંભળાવી. માતા! જે થાય છે તે સારાનેજ માટે! જે તમે મને ન કાલ્યો હોત તે મારા ભાગ્યની મને શું ખબર પડત? આવી અપૂર્વ ઋદ્ધિએ હું ક્યાંથી મેળવત? ”ધમિલે એના દિલને શાંતિ થાય એવા મીઠા શબ્દો કહ્યા. “ગુણવાન પુરૂષની જગતમાં એવી સ્થિતિ છે કે તેઓ બીજાના દેષમાંથી પણ ગુણ જ જુએ છે. વત્સ! જગતમાં તે તે તારા તાતના કુળને ઉજવળ કર્યું છે. મહુજ જવર કે એલ્ફ જદ્ધિ સદ્ધિ તારૂં મહાઓ વધાર્યું કે શત્રુઓને પણ મિત્રસમા ક્યો. ડેશી બેલી. માતા ! તમારે પસાથે સર્વે સારું થયું. મારું મનવાંછિત બધું પરિપૂર્ણ થયું.” * ૫૦ A :- . ' '

Loading...

Page Navigation
1 ... 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430