________________
પ્રકરણ ૬૭ મું.
વતનમાં. કુશાગ્રપુર નગરની બહારના ઉદ્યાનમાં વિશાળ તંબુઓ જગતને આશ્ચર્ય કરતા ઉભા હતા. નાના મોટા અનેક તંબુઓ, તેની ચિત્ર વિચિત્ર શોભાઓ, એને શોભાવનારા સુભટો તેમજ ધમ્મિલ અને એની સ્ત્રીઓ વગેરેથી નાનકડા શહેર જે દેખાવ ત્યાં થઈ રહ્યો હતે. લેકે વિચારતા હતા કે આ કોણ હશે?' - ધમ્મિલે રાજાને પિતાના આગમનની ખબર મોકલાવી, એટલે રાજા એની ઋદ્ધિથી આશ્ચર્ય પામતો, તેમજ સજકુમારી અને વિદ્યાધરીએથી વરાયેલ અદ્ભુત ભાગ્યવાળો જાણે ખુશી થત એને મળવા આવ્યો. નગરમાં પણ વાત ફેલાઈ ગઈ કે-“સુદ્રદત્તને કુમાર ધમ્મિલ પરદેશમાંથી રાજ્યલક્ષ્મી લઈને બહુ વર્ષે પોતાના વતનમાં આવ્યા છે.” એના મિત્રે ખુશી થયા. લેકે પણ એના અભૂત ભાગ્યથી આશ્ચર્યચકિત થયા. જેમ ફાવે તેમ વખાણના શબ્દ બોલવા લાગ્યા–“જોયું, એ રાજકન્યાઓ પરણી લાવ્યા છે, વિદ્યાધરીઓ પણ સાથે લાવ્યા છે, આવી તે ઘણુએ સ્ત્રીઓ પરણી લાવ્યું છે. એની ત્રાદ્ધિને તો પારજ નથી. આ તો બાપ કરતાં બેટે સવાયો જા.
રાજા અમિત્રદમન વાજતે ગાજતે ધમ્પિલકુમારને નગરમાં તેડી ગયે. હર્ષથી રાજાએ આખું નગર શણગારી માટે પ્રવેશમહોત્સવ કર્યો. રાજા પણ ધમ્મિલની સમૃદ્ધિ જોઈને આશ્ચર્ય પાપે. એક રત્નનું વિમાન એમણે આકાશમાં રાખ્યું હતું. એની રચના ને શોભા જોઈને લોકો આશ્ચર્ય પામતા હતા.
રાજા અમિત્રદમને પ્રવેશ મહોત્સવ પૂર્વક ધમ્મિલને નગરમાં લાવીને પોતાનું મકાન રહેવાને અર્પણ કર્યું, ને છેડા વખતમાં પસ્મિલ માટે નવું મંદિર તૈયાર કરાવવામાં આવ્યું. એ નવા મકાનમાં ધમ્મિલ પિતાની પ્રિયાએ સાથે રહેવાને ગ.