________________
બસ્મિલ કુમાર - એ તને યાદ ક્યો કરે છે અને સુખમાં છતાં તારા વિગે એ દુ:ખ સહન કરે છે.” ખેચરકુમારી બેલી.
એના જવાબમાં વસંતતિલકાએ ટૂંકમાં પિતાનું પૂર્વ ચરિત્ર કહી સંભળાવી છેવટે કહ્યું કે-“ જ્યારથી મારી માતાએ કપટ કરીને એમને ઘરમાંથી બહાર કઢાવ્યા છે, ત્યારથી મેં સરસ તંબોળ, સ્નિગ્ધ આહાર, સારાં વસ્ત્રાભરણ, સુખશય્યા વગેરે સર્વે તજી દીધાં છે ને તપસ્વીની માફક કાયાનું દમન કરીને તીવ્ર વ્રત પાળું છું. અરે ! આજે આશામાં ને આશામાં ઘણું વરસોનાં વરસ વહી ગયાં, છતાં પતિનાં દર્શન મને થતાં જ નથી. જેમ હું અહીં રડું છું તેવીજ રીતે તેના પિયરમાં મારી સખી યશોમતી રડે છે. અમારું ખેમકુશળ છે. અમારો સંદેશ તમે પતિને કહેજે કે જેમાં પ્રથમ પરણેલીને છડી એમ હવે બીજી નવી પરણેલીને છડશે નહીં. અમારી માફક એમને દુઃખી કરશો નહીં.”
“યશેમતી કોણ?” વિદ્યુમ્મતિએ પૂછયું.
“ એ સતી યશોમતી, જેની તમને શું વાત કહું ? પોતાનાં ઘર ઘરેણાં વેચીને એણે પ્રિયતમ પાછળ કુરબાન ક્ય અને પ્રિયના સુખની ખાતર એ સર્વે ધન એણે વેશ્યાને આયું. છેલ્લામાં છેલ્લી ઘડી સુધી એણે એ પ્રિયતમના સુખની ખાતર પિતાનાં અંગનાં ઘરેણું પણ વેશ્યાને-મારી અક્કાને મોકલી આપ્યાં. હાય ! એ સતી સાધવા સ્ત્રી અત્યારે પિયરમાં ટુકડા માગીને ખાય છે. આ નશ્વર કાયાને એમજ નભાવે છે. ભાભીઓનાં મહેણાંટણાં, પિયરીયાંની કટુતા, સગાં સંબંધીઓની વિષમતા એ બધું એ ગરીબ સ્ત્રી અત્યારે સહન કરે છે. આજ ઘણાં વર્ષો એવા દુઃખમાં એનાં વહી ગયાં અને એને પરણેલે પતિ એને ભૂલી જઈને અત્યારે પરદેશમાં અપૂર્વ વૈભવ ભગવે છે. શાબાશ છે એવા પતિને ! એવા પતિને અમે વિશેષ શું કહીએ? પતિએ છડેલી સતીને તો જગતમાં એક પ્રભુજ બેલી છે. એ પ્રભના ભરોસે યશોમતી દુ:ખમાં પણ દિવસે ગુજારે છે. આશામાં જ એ જીવે છે. બહેન માટે સંદેશ એમને બરાબર પહોંચાડજે ને કહેજો કે મને–આ સંતતિલકાને ભૂલી ગયા તે ભલે પણ શું, આ સતીઓમાં