________________
૩૮૮
મ્મિલકુમાર આભૂષણ સજવાં નહિ, આનંદમાં ભાગ લેવા નહિ, એ બધું શું તું સારૂં કરે છે? નાહક તારા જીવને તું શા માટે કલેશ કરી સંતાપે છે?”
મારે નશીબે તે હવે એજ રહેલું છે. જે દલિતના લેભે તે મારા પતિને-ધમ્મિલને કાઢી મૂક, તે આ દોલતને પરભવમાં હવે તું સાથે લઈ જજે, એ-તારી સાથે આવશે, તને દુઃખથી બચાવશે!! ” " “ઠીક છે. જેમ તને સુખ ઉપજે તેમ કર. હઠીલી છોકરી ! મને ખાત્રી છે કે મરતાં સુધી પણ તું ધમ્મિલને ભૂલશે નહિ. આજ વર્ષો થયાં પણ તું તેને ભૂલતી નથી; દ્રવ્ય સંબંધી કંગાલિયત તારે - નશીબે લખેલી છે. દુઃખ ભોગવવા માટે જ તું મનુષ્યલોકમાં આવેલી છે, તેથી જ સુખ તને ગમતું નથી. ” ડોશીએ દુખી દિલે કહ્યું. " એક મકાનમાં વાત કરનારી આ મા-દીકરીના વિચારે એક બીજાથી તદ્દન ભિન્ન હતા. કુશાગ્રનગરના વેશ્યાઓના લતામાં આપશું પૂર્વપરિચિત વસંતસેનાનું આ મંદિર હતું. અત્યારે વસંતસેના વસંતતિલકાને સમજાવતી હતી. આવી હઠ છોડવાને આજ સુધીમાં એણે ઘણે પ્રયત્ન કર્યો હતો પણ વસતતિલકાએ એક સતી કરતાં પણ અધિક પતિભકિત બતાવી આપી હતી; જેથી ગરીબ બિચારી અક્કા-ડેશની મહેનત બરબાદ ગઈ હતી.
વસંતતિલકા ધમ્મિલને પ્રપંચથી ડોશીએ બહાર કાઢ્યો, ત્યારથી અન્ય પુરૂષની સાથે વાતચિત તે શું પણ એનું મુખ પણ જતી નહીં, એણે સ્ત્રીઓ સિવાય પુરૂષ સાથે ન બોલવાને નિયમ કર્યો હતે. સાદા વસ્ત્રોમાં નિરંતર પ્રભુનું સ્મરણ કરતી અને નિરસ આહાર જમતી તેણી પિતાના દિવસો આશામાં ને આશામાં વ્યતીત કરતી હતી.
બન્ને મા દીકરી વાત કરતાં હતાં તે સમયે એક વ્યક્તિ પ્રચ્છન્ન રહીને તેમની વાર્તા સાંભળતી હતી. ડોશીના ગયા પછી એ વ્યક્તિ અકસ્માત ત્યાં પ્રગટ થઈ. વસંતતિલકાની એની ઉપર દ્રષ્ટિ પડી, તે અન્ય પુરૂષ જોઈ એણે પિતાની આંખે બંધ કરી દીધી. પિતે સુંદર યુવાન હોવાથી ને આભૂષણથી એનું શરીર ભરેલ