________________
દેશ-મરણ
આ બધું તારા પરાક્રમનું પરિણામ છે. માતા ! તારે રિવાજ, તારું કુળ એ બધું તને જ મુબારક! તું જાણે છે કે જે ગતિ યશોમતીની તે જ મારી?” એક તરૂણ બાળા-લલનાએ જણાવ્યું.
પણ યશોમતી તે એની પરણેલી પત્ની છે, ને જગતમાં તું તો સુખ ભેગવવાનેજ સરજાયેલી છે, એ ક્યાં ભૂલી જાય છે?” ડેશી બોલી. - “સુખ ! એ સુખમાંથી તો તે મને દુઃખમાં ધકેલી દીધી છે! મારૂં સુખ જોઈને તો તું અદેખી બની છે !”
હશે, હવે એ ગઈ વાતને ભૂલી જા. આજે એ વાતને ઘણા વરસેના પડ વળી ગયાં છે. ધમ્મિલ ગયે પણ કાંઈ આખું કુશાગ્રનગર તે સાથે નથી લઈ ગયે ને?”
ચૂપ! માતા! રોજ રોજ તું આ એકજ વાત કરે છે. તું જાણે છે કે જગતમાં સતી એકજ પતિને વરે છે. મારે મન બસ્મિલ એકજ છે. હું જાણું કે તારી બધી મહેનત ફેકટ છે.”
પણ આજે વર્ષો થયાં તારા ધમિલને તે પોતે નથી. આખા કુશાગ્રપુરમાંથી એની સિવાય બીજો કોઈ તને જડત નથી?”
બસ! ચૂપ કર ! જીવનના અંતપર્યત હું એના સિવાય બીજાની સામું જેનાર નથી. મારી મરજી વગર તું કાંઈ કરાવી શકનાર નથી. બસ્મિલને કાઢી મૂકે, મને જીવતી મારી નાખી, અરે ! તે મને હેરાન કરવામાં શી બાકી રાખી છે?” તરૂણીએ કહ્યું,
આમને આમ મરી જઈશ તોપણ ધમિલ તને મળે તેમ નથી. નાહક શામાટે દુઃખી થાય છે? આશાભર્યા ઘણું અમીરે તારે માટે આવી આવીને પાછા જાય છે ધકકા ખાય છે.”
તે એ બહાને કરેલાં પાપનું પ્રાયશ્ચિત થાય છે. એમાં તારું શું જાય છે? આ ઝેરી દુનિયા તે હવે મને ખાવા ધાય છે.” - “ ત્યારે શું તારે આવો જ નિશ્ચય છે? બધી જીંદગી તું આમજ દુઃખમાં પસાર કરીશ? કઈ દિવસ બરાબર ખાવું નહિ, પીવું નહિ અને ખાવું તે કેવળ નિરસ અન્ન જમવું. સારાં લુગડાં પહેરવાં નહિ,