________________
વિષ્ણુમતિ અને વિદ્યુહતા.
૩૮૫
ઉઠીને મારે પગે પડા અને કળશમાં જળ લાવી એનાથી સ્નાત્ર કરી ચંદનથી આ ચરણુની પૂજા કરે..”
''
એનું શું કારણ ! ” સર્વેએ પૂછ્યું.
“ જો મેં પ્રિયતમને આ પગે કરીને પ્રહાર ન કર્યા હાત, તા તમે બધી કુમારિકાઓ કયા ભરથારને પરણત ? મારા ચરણુના પસાયથીજ તમે બધીએ મારા પિત પડાવી લીધા છે, માટે કહેા, હવે આ પાદને તમારે પૂજવા જોઇએ કે તાડવા જોઇએ ?” વિમળાની આવી યુક્તિવાળી વાણી સાંભળીને સર્વે બહુ ખુશી થઇ.
એ વાતચિતને અંતે વિદ્યુન્મતિએ પતિને પૂછ્યું–“ સ્વામી ! મૂત્તિ એ કરીને ભિન્ન છતાં આપણામાં કાંઇ ભેદભાવ નથી, માટે આપ એનુ સ્વરૂપ યથાતથ્ય રીતે મને કહ્યા કે જેનું નામ તમારી છઠ્ઠા ઉપર નિરંતર રમ્યા કરે છે, તેા એ મહાભાગ વસંતતિલકા કાણુ છે?”
“ હા ! હા ! સુંદરી ! એવુ બેલ મા ! આ અધીમાંથી વળી કાઇકને રીસ ચડશે. એકથી જ ભય પામીને ધરાઈ ગયો છું; હવે તે તમે ત્રીશ જણીઓ મળી છે. અનાયાસે પૂર્વે તેનું નામ ગ્રહણ કરતાં જેને કાપ થયા તે હમણાં સાંભળીને વળી શુંય કરે ?” ધમ્મિલે કૃત્રિમ ભય ખતાવતાં ખેચરખાળાને કહ્યું.
“ નાથ! શા માટે એવા ભય રાખેા છે ? સ્વસ્થ થઈને તમારા હૈયામાં રહેલી એને આજે મહાર તા કાઢા. અમે સર્વે તેની વાત સાંભળીએ, તે વળી કાઇક દિવસ તેને જોશુ પણ ખરાં. ” વિમળાએ હસીને કહ્યું. અને સ્ત્રીએ બધી એનું વર્ણન સાંભળવાને કૌતુકથી ઉત્સુક ચિત્તવાળી થઈ.
“ મગધદેશની અંદર આવેલુ` વિશાળ-કુશાગ્રપુર નામે નગર છે. ત્યાં મણિમાણિકય સમાન વસંતતિલકા નામે એક વેશ્યા રહેતી હતી. હું લગભગ બાર વર્ષ પર્યંત એના ઘરમાં રહ્યો છું. એના લાવયાશ્વિમાં હું એવા તેા ડુબી ગયા હતા કે ઘરખાર માતાપિતાર્દિક કુટુંબ પિરવાર પણ ભૂલી ગયા હતા. અરે! એની શું વાત કહું ? નહિ સાંભળેલી, નહિ જોયેલી અને નહિ અનુભવેલી એવી લાગ
Y