________________
ઘગ્નિલ કુમાર- ત્રીશ સ્ત્રીઓની સાથે ધમ્મિલ સુખમાં રહેતો હતો. ચંપાના સર્વે નગરવાસી જનો એનાં અદ્ભુત ભાગ્યને પ્રશંસી રહ્યા હતા.
અહો! એણે શું પુણ્ય કર્યું હશે કે જેથી આવી સમૃદ્ધિ પ્રાપ્ત થઈ? એનું અદ્ભુત ને અતિ ઉત્તમ ભાગ્ય તે જુએ કે એ ભૂચર મનુષ્ય છતાં વિદ્યાધરીઓ સાથે દેવતાનાં સુખ ભેગવે છે.”
મનુષ્ય અને વિદ્યાર્ની બાળાઓ સાથે લગ્ન કરીને ધમ્મુિલને સંસારસુખ ભેગવતાં કેટલાક કાળ સુખમાં વ્યતીત થે.
એક દિવસ અને અન્ય વાણું વિનોદ કરતાં વિદ્યુમ્મતિએ વિમલાને પૂછયું-“સખી! પતિ એ સ્ત્રીને પ્રભુ કહેવાય છે, છતાં જે ગરીબની સ્ત્રી પણ ન કરે એવું સાહસ તમે કેમ કર્યું ? નિર્ધન હેય, કુરૂપ હય, વ્યસની હોય છતાં એવા પતિને પણ દેવ માનીને સતી સેવા કરે.”
“ખચીત એ મારી ભૂલ થઈ ગઈ છે, છતાં પણ સ્વામીને શું એમ કરવું એગ્ય હતું કે?” વિમલાએ એના જવાબમાં જણાવ્યું.
શું વારૂ? ” ખેચરબાળાએ પૂછયું.
રતિસુખની સંધીએ પત્નીની આગળ શોક્યનાં વખાણ કરવાં ગ્ય છે? કેમકે સ્વાભાવિક રીતે પણ શોક્યનું નામ સ્ત્રાને શસ્ત્રવગર ઘા કરનારું, અગ્નિ વગર દહન કરનારું અને અતિ ઉચાટ કરનારું હોય છે. જો કે હેનને નામે એને બોલાવાય છે, છતાં એ શક્ય સુખકારી થતી નથી. શર્કરાના નામે પ્રસિદ્ધ થયેલી વાલુકા–રેતી શું ગુણકરનારી હોય છે? સ્ત્રીઓને મરી જવું એ અતિ ઉત્તમ છે, પણ શોક્યનું દુઃખ ભેગવતાં જીવવું એ સારૂં નથી.” વિમળાએ જણાવ્યું.
ભદ્રે ! પુરૂષ એ તે પ્રભુ કહેવાય, જેથી અંતરની ઈષ્ટ વસ્તુનું નામ ગ્રહણ કરતાં કાંઈ એનો અપરાધ ગણાતો નથી. પણ પ્રિયતમની અવજ્ઞા કરનારા આ તમારા ચરણને તો અમારે અવશ્ય શિક્ષા કરવી જોઇએ.” ખેચરકન્યા વિદ્યુમ્મતિ બોલી અને સર્વે જણુઓ એક બીજી સાથે તાળી દેતી હસી પડી."
“બરાબર છે, મારી એક વાત સાંભળે. પ્રથમ તમે સર્વે