________________
સ્વદેશ સ્મરણ
૩૦૧ શિરોમણિ યશોમતીને પણ ભૂલી ગયા? એની એકાંત પતિભકિતનું શું આ પરિણામ?” વસંતતિલકાનું લાગણીભર્યું કથન સાંભળીને વિદ્યુમ્મતિનું હૃદય પીગળી ગયું તેથી એણે કહ્યું કે-“સખી! ધીરજ ધર. જેમ બનશે તેમ જલદીથી ધમ્મિલકુમારને તારી પાસે હું હાજર કરીશ. અને એ યશોમતીને પણ સુખી કરીશ. હવે હું રજા લઉં છું.” એમ કહીને વિદ્યુમ્નતિ ગગનમાર્ગે ચાલી, ને શીઘ ચંપાનગરીએ આવી પહોંચી.
| વિદ્યુમ્નતિને આવેલી જોઈને સર્વે સ્ત્રીઓ એની આસપાસ ફરી વળી. વિન્મતિએ ધમિલકુમારની આગળ આવીને સર્વે હકીકત કહી સંભળાવી, જે સાંભળવાથી ધમિલનું શાંત હદય અતિ ખળભળી ઉઠયું. વિદ્યન્મતિ બોલી–“ સ્વામિન ! તે બિચારી આશામાં ને આશામાં દિવસે ગુજારે છે, હવે યશોમતી અને વસંતતિલકાની તમારે તાકીદે ખબર લેવી જોઈએ, માટે જે તમારી આજ્ઞા હોય તે જેમ બને તેમ જલદીથી આપણે કુશાગ્રપુર જઈએ.” ખેચરીનાં આ વચનને ધમ્મિ અને સર્વેએ અનુમતિ આપી.
વિદ્યન્મતિનાં વચન સાંભળીને ધમ્મિલને પૂર્વની સ્મૃતિ તાજી થઈ, જેથી એની આંખમાંથી પણ આંસુ પડવા લાગ્યાં. પિતાનું વતન, યશોમતી, વસંતતિલકા એ સર્વે એની આંખ આગળ ખડું થવા લાગ્યું. “અહા ! એ વફાદાર યશોમતીને એણે કે દગો દીધો હતો? પરણીને થોડા જ માસમાં એની સાથે સંબંધ એણે તોડી નાંખ્યું હતું, છતાં એ સતી ભવિષ્યની આશાનાં સ્વપ્નાં જેતી હજી દુઃખમાં જીવતી હતી.” ઈત્યાદિ વિચારનાં એના હૈયામાં ઘણું ઘણું ગુંચવાડા વળતાં હતાં, જેથી સ્વદેશ તરફ જવાની અભિલાષા એના હદયમાં અતિ ઉત્સુકપણે જાગૃત થઈ હતી, તેથી તરતજ રાજાની રજા મેળવીને પિતાને વતન જવાની તેણે તૈયારી કરી.