________________
૩૮૬
કમિવ કુમાર, વિલાસ સંબંધી કળાની એ કળાવિશારદા-પંડિતા હતી. સમુદ્રના જળમાં જેમ ઉદ્દભવેલે કલ્લોલ આવે એમ એના સેહાર્દવડે આજે પણ મારું મન એની પછવાડે દેડે છે.” ધમ્મિલે વસંતતિલકાનું ટુંક ખ્યાન કહી સંભળાવ્યું. ' “જે આપની આજ્ઞા હોય તો હું પ્રથમ ખાનગી રીતે એની તપાસ કરી આવું અને ત્યાં જઈને એને જોઈ આવું?” વિદ્યુમ્નતિએ કહ્યું,
આ સર્વે સ્ત્રીઓની અનુમતિ લઈને જેમ ઠીક લાગે તેમ કરે, અને તેમાં પણ જે ગુસ્સે થતું હોય એની રજા તો પહેલાં લેવી જોઈએ.” એમ બોલતાં ધમ્મિલે વિમળા તરફ જોયું ને હ.
કેમ સખી ! તારી શી ઈચ્છા છે? વસંતતિલકાની તપાસ કરવા જાઉં?” એ બેચરબાળાએ વિમળાની અનુમતિ માગી. "
જવાબમાં વિમળા હસીને બોલી–“ સખી ! પ્રિયતમના દિલને સુખ થાય તેમ કર ! વળી જે તે ખરી કે એ વેશ્યાની પતિભકિત કેવીક છે?”
હા! તે માટે તો હું જાઉં છું. જે તે ખરી કે પુરૂષને સ્વાંગ ધરીને કેવી રીતે હું એને લલચાવું છું અને કેવી કસોટી ઉપર ચઢાવું છું?”
“કાર્ય કરીને સત્વર વહેલાં પધારજો. ” વિમળાએ અનુમતિ આપી.
સર્વેની અનુમતિ મેળવીને એ ખેચરબળા વિદ્યુમ્મતિ સર્વેની આંખ સમક્ષ ઉડતી આકાશમાગે અદશ્ય થઈ ગઈ.
-- @ – પ્રકરણ ૬૬ મું.
“સ્વદેશ સ્મરણ - “દીકરી ! તારા શરીર સામું તે જે? ક્યાંસુધી તું આવું તપ આચરીશ? અરે! આપણે ધંધે, આપણું કુળ, આપણે રિવાજ, એ બધું તું કાં ભૂલી જાય છે ? બનનાર વાત બની ગઈ, એને હવે કાંઈ ઉપાય થાય છે?” એક વૃદ્ધા તટેલે હૈયે ઉપરના શબ્દો બેલી.