________________
વિદ્યુમ્નતિ અને વિદ્યુલ્લતા.
૩૮૩ વિવૃદ્ધતા તેપછી વિજળીની માફક જેમ અકસ્માત પ્રગટ થઈ હતી એવી જ રીતે અદશ્ય થઈ તરતજ આકાશમાર્ગે ચાલી ગઈ. તેણે પોતાને સ્થાનકે પહોંચીને સર્વેને આ વાત કહી સંભળાવી, જેથી સર્વએ ચંપા જવાની તૈયારી કરવા માંડી.
રોડા સમયમાં તો એ અઢારે કન્યાઓ ચંપાના વનમાં આવીને પ્રગટ થઈ. ત્યાં કનકમય મહેલ બનાવીને એમાં પોતાનો ઉતારો કર્યો. ખેચરકન્યાનાં માતાપિતાઓ પણ પોતાની કન્યાઓને પરણાવવાને માટે ત્યાં આવ્યાં.
નગરની બહાર ઉદ્યાનમાં વિદ્યાધર કુંવરીઓની આવી અપૂર્વ રચના જોઈને આખું નગર જેવાને ઉલટયું. “શું આ તે દેવાંગનાઓ ચંપાના ઉદ્યાનમાં કીડા કરવાને આવી હશે કે શું હશે ?” એમ અનેક પ્રકારની વાતો કરતાં લાખો માણસો ત્યાં જવા આવવા લાગ્યાં.
ધન્મિલ મોટા વિવાહમહોત્સવથી એ અઢાર કન્યાઓ સાથે પર. ‘કામી પુરૂષોને ગમે તેટલી સ્ત્રીઓ છતાં તૃપ્તિ થતી નથી, કેમકે અનેક નદીઓ પોતાનામાં પડવા છતાં સમુદ્ર કદિ સંતોષ પામતો નથી.” રાત્રીએ ઉદ્યાનમાં રહીને પ્રભાત સમયે એ અઢારે કન્યાઓને લઈ વાજતે ગાજતે કુંવર પોતાને ઘેર આવ્યા.
પછી સર્વે સ્ત્રીઓની સાથે દેવની માફક તે પોતાને કાળ વ્યતીત કરવા લાગ્યો. અઢાર ખેચરકન્યાઓ, આઠ સાગરદત્તવાળી કન્યાએ, એક સંબાહપતિ વસુદત્તની કુંવરી પદ્માવતી, નાગદત્તા, ચંપા પતિની કુમારી કપિલાદેવી ને વિમલા–એ ત્રીશે રમણુઓ પરસ્પર પ્યાર ધરતી રંગે રમવા લાગી; કેમકે જ્યાં ભાગ્યનું પૂર્ણ જેર હોય છે ત્યાં કલેશને સંભવ હોતો નથી. જેનું પુણ્ય પરવાર્યું હોય ત્યાં જ વેર ઝેરનાં બીજ વવાય છે-કલેશ કંકાસ ઉત્પન્ન થાય છે. અહીં તે એક બીજી નાના મોટાને વિવેક સાચવતી આનંદભર રહેતી હતી.
જ્યાં એક બીજામાં એક બીજાની નજર ચાર થાય છે, જે ઘરમાં વ્યભિચાર જણાય છે, ત્યાંથી લક્ષમી ગુસ્સો કરીને ચાલી જાય છે. જ્યાં સ્ત્રીપુરૂષમાં નિરંતર કંકાસ ચાલતો હોય છે ને સ્ત્રી ઉપર પુરૂષ રોષે ભરાણે રહે છે ત્યાં એવા રેષવાળા પુરૂષનું મુખ લક્ષમી કદિ પણ જોતી નથી.