________________
ઘગ્નિલ કુમાર, જોતાં આખો દિવસ એણે વ્યતીત કર્યો. ઉપવનની મીઠી મેજમાંજ એણે સૂર્યને અસ્ત થવા દીધા. પછી અનુક્રમે તે નગર તરફ વળે. અત્યારે એના મનમાં અનેક વિચારો ઉઠતા હતા. હૃદયમાં વિમલા માટે કાંઈ કાંઈ થતું હતું.
જગતમાં જેનું પુણ્ય જાગૃત હોય છે એને કઈ વિધ્ર ઉપસ્થિત થતું નથી. પહેલા ઉંધા દાવમાંથી પણ લાભ પ્રગટ થાય છે. કાંકરે લેવા જતાં રત્ન હાથમાં આવે છે. પાણું માગતાં દુધ હાજર થાય છે. જંગલમાં પણ મંગળ-લક્ષમી પ્રગટ થાય છે. સર્વે અગવડો સગવડોના રૂપમાં આવી મળે છે; કેમકે સારું થવાનું હોય છે તે એ ખોટામાંથી પણ પ્રગટ થાય છે. દુ:ખમાંથી પણ સુખના અંકુરા ફૂટે છે. નિરાશામાંજ આશા રહેલી હોય છે. સારૂં અથવા તે ખોટું માણસની જે કલ્પનામાં પણ નથી હોતું તે દેવની મરજીથી નિમેષમાત્રમાં પ્રગટ થાય છે. કેમ કે માણસ જે નથી કરી શકતું તે દેવ સહેલાઈથી કરી શકે છે.
નગરમાં આવવાના માર્ગે ચાલતાં ધમ્મિલને એક અલૈકિક મંદિર જોવામાં આવ્યું. સાયંકાળના અસ્ત થતા સૂર્યના સુવર્ણમય કિરણે તે મંદિરની શોભામાં વધારે કરી રહ્યાં હતાં. એ મંદિર તે નાગનાથનું દેવળ હતું. મંદિરની અપૂર્વ રચના અને શોભાથી પ્રસન્ન થયેલા ધમ્મિલે અર્ધદ્વાર જેનું બંધ છે ને અર્ધ જેનું ઉઘાડું છે એવા તે મંદિરમાં દ્વાર ઉઘાડીને પ્રવેશ કર્યો. નાગદેવને નમીને એક બાજુએ તે ઉભું રહ્યું. પછી હદયમાં ગુસ્સે થયેલી પ્રિયાને ચિંતવતે તે મંદિરના અંદરના ભાગમાં ગયે.
એટલામાં એક નવવન બાળા સખીઓ સાથે હાથમાં પૂજાપાને સામાન લઈને નાગદેવને પૂજવાને આવી. પુષ્પધન્વાએ જેના સુંદર અંગની રગેરગમાં પિતાનું નિવાસસ્થાન બનાવ્યું છે એવી એ સમરવિહ્વળ બાળા પતિ મેળવવાને આતુર થયેલી સારે વર મળવા. હમેશાં નાગદેવનું પૂજન કરતી હતી. સખીના હાથમાં પૂજાને સામાન આપીને પિતે હાથપગ ધોઈ મુખશુદ્ધિ કરીને પવિત્ર થઈ વિવેક સહિત મંદિરમાં પેઠી. પૂજાની અભિનવ સામગ્રી