________________
ધગ્નિલકુમાર છતાં એવા અનિલ કરતાં પણ વેગમાં આ અશ્વ આગળ જતા હતે. અશ્વને રમાડવાની કળા જાણનાર ધમિલને એ નવા અશ્વ ઉપર બેસીને એની કસોટી કરવાનું મન થયું, જેથી અશ્વને બરાબર શૃંગાર સજાવી રાજાની આજ્ઞા મેળવી ધમ્મિલ એ ઘોડા ઉપર સ્વાર થઇને સુભટના પરિવાર સાથે નગર બહાર નીકળે. નગર બહાર આવ્યા પછી ઉતાવળે ચલાવવાને ચાબુકને પ્રહાર કર્યો. જેથી અશ્વ પૃથ્વીને અસ્પૃશતે ચારે પગે ઉછળ્યો-દોડ્યો. લગામ ખેંચવા છતાં પણ એ વેગ કાબુમાં રહી શક્યો નહિ. સૈન્યના સુભટેથી એ પાડી તે ધમ્મિલને દૂર અરણ્યમાં ઉપાડી ગયે-શત્રુની માફક ધમ્મિલનું હરણ કરવાજ જાણે આવ્યું હોય તેમ એને ઉપાડીને તે ચાલતો જ થયો.
શત્રુરાજાએ અંતરના દ્વેષભાવથી-ધમ્મિલના સુખની ઈર્ષ્યા થવાથી એને સુખથી ભ્રષ્ટ કરવાનો જ ઉપાય શેવ્યો હોય તેમ ભયંકર જંગલમાં કુમારને ઉપાડી જઈ શત્રુ રાજાની મને ભિલાષા એ અવે પરિપૂર્ણ કરી.
શત્રુનું કાર્ય પૂર્ણ કરીને એ અશ્વ હવે જાણે પિતાની ફરજ બરાબર અદા કરી રહ્યો હોય તેમ જંગલની મધ્યમાં આવેલી એક નદીને કિનારે પરિશ્રમથી હાંક્તો હાંફતો થોભે, એટલે એની લગામ છેડી દઈને ધમ્મિલ અશ્વ ઉપરથી નીચે કુદી પડ્યો અને હૃદયમાં પર મેષ્ઠી મંત્રનું સ્મરણ કરતો હાથમાં શસ્ત્ર ધારણ કરીને એ કનકવાલુકા નદીની આસપાસ વનનું કૌતુક જેતે જેતે ભમવા લાગે. એવામાં એક વૃક્ષની ઘનરાજી નજીક આવતાં એક તરૂવરની ડાળે લટકતી ઉત્તમ લાંબી તલવાર જોઇને એને નવાઈ ઉપજી. એટલે એણે પોતાના હાથમાં એ ખર્શ લીધું, આમતેમ ફેરવી જોયું. પાણીદાર, તેજસ્વી, અને અપૂર્વ ખડ્ઝ જોઈને એને મહિમા જાણવા માટે એની પરીક્ષા કરવાનું એને મન થયું. રત્ન જડેલી સુવર્ણની એની મુઠ હતી. મણિધરની માફક એનું સુંદર મ્યાન હતું. એ જોઈ કુમારે ચિતવ્યું કે “કેઈ ખેચર કે વિદ્યાધર કાર્યની વ્યગ્રતાવશે આ ખર્શને અહીં વિસરીને કદાચ ચાલ્યો. ગથે હશે.”