________________
રામનું સ્વપ્ન ભરતને ફળ્યું.
31999 છે, આઠ દિશાકુમારીઓની માફક આઠીઓને મેળવીને રથમાં બેસાડી સ્નાત્ર મહોત્સવ કરવા માટે જાય છે. કુમુદા, કુમુદાનંદા, ધનશ્રી, વસુમતી, પદ્મશ્રી, વિમલા, દેવકી, ને ચંદ્રશ્રી એ આઠે કન્યાનાં નામ છે. એ આઠે કન્યાઓને એક સાથે પરણવાને સાગરદત્ત સ્વજન વર્ગ સાથે અહીં આવેલ છે, જેથી આ લેકમેળો ભરાયેલે છે.” તે માણસ જેટલામાં આ પ્રમાણે કહે છે, એટલામાં તે આમતેમ દેડતે હાથી એ ટેળામાં આવી પહોંચે. તેને રોકવાને કઈ પણ સમર્થ થયું નહિ. તરતજ માણસોમાં ભંગાણ પડ્યું. એને ધ આવતે જોઈને જેને જેમ ફાવ્યું તેમ ભય પામતું લોક નાસવા લાગ્યું. એ સ્વજન વર્ગ ભય પામીને નાસી ગયે, સુભટો ભાગ્યા અને જીવિતવ્યને નાશ નજીક જોતાં એ સાગરદન પણ પ્રિયાઓને છેડીને નાસી ગયે. “મરણુભયની વાત આવે ત્યારે કઈ કઈનું સગું થતું નથી. કિંકર્તવ્યમૂઢ થયેલી એ કન્યાઓ અશરણ્ય, અચૈતન્ય એવી ત્યાંજ ઉભી રહી–સ્થીર થઈ ગઈ. દશે દિશાએ જેતી ને રેતી, મૃગલીની માફક ભય પામતી, પાંદડાંની માફક કંપતી અને ચિતમાં મુંઝાતી તે દિભૂઢ થઈ ગઈ.
જ્યારે હાથી એ કમલિની સમાન કન્યાઓ ઉપર ધસ્યો ત્યારે વચમાં ધમ્મિલે પડકાર કરી હાથીને ખીજ અને પિતાની સામે યુદ્ધ કરવાને એને આમંત્રણ કર્યું. તે બે -“રે મૂઢ! એ દીન, અનાથ, ભયથી કંપતી નિર્બળ બાળકો ઉપર સુંઢ ઉલાળ કેમ લાજતે નથી? જે તારામાં કાંઈપણ શક્તિ હોય તે તારી સામે ઉભેલા આ બળવાનની સામે આવ.”
કન્યાઓ ઉપર ધસી આવતા હાથીના કાનમાં આ શબ્દો અથડાયા અને તે ચમક. પિતાની નજર એણે ધમ્મિલ તરફ ફેરવી. અને રેષાયમાન થઈને એ કન્યાઓને છેડી તે ધમ્મિલ તરફ ધસ્ય.
ધમિલ તરતજ ઘોડા ઉપરથી નીચે ઉતરી પડ્યો. એ લઘુ દેહધારી હતા, હાથી સ્થળ હતા. ધમ્મિલ શિક્ષિત હતું, ગજ અશિક્ષિત હતું. કુમાર આંટી ઘુંટી ખાઈ દેહતા હો ને હાથી એની