________________
ધમ્મિલ કુમાર. લીધું પછી એને પોતાને મહેલે જવાની રાજાએ રજા આપી. કેટલાક દિવસ પછી શુભ શુકને બસ્મિલ, રાજાની આજ્ઞાથી ચંપાનગરી તરફ પ્રયાણ કરી ગયા.
અનુક્રમે તે ચંપાનગરીના દરવાજા આગળ આવી પહોંચ્યા.
પ્રકરણ ૬૪ મું.
“રામનું સ્વપ્ન ભરતને ફળ્યું.' “ઓહો ! આ શું! ચંપાનગરીના લેકે કેમ આટલી બધી ડધામ કરી રહ્યાં છે? શું કયાંય આગ લાગી છે કે દાવાનલ સળગ્યે છે અથવા પરચકને ભય આવી પડ્યો છે કે જલપ્રલય થયે છે?” ઈત્યાદિક વિચારતો એક પુરૂષ પોતાના સુભટાદિક પરિવાર સહિત ચંપાના દરવાજામાં પેઠે અને નાશ ભાગ કરતા દરવાનને એનું કારણ પૂછયું. દરવાન બોલ્યા
હે ભદ્ર! રાજાને પટ્ટહસ્તી વ્યસનીની માફક મદે ચઢીને આલાનથંભ ભાંગી નગરમાં ચારેબાજુ દેડતે ઉત્પાત મચાવી રહ્યો છે, પણ કેઇ એને વશ કરવાને સમર્થ થતું નથી. નગરમાં ભમતાં એ ઘણાનાં ઘર પાડી નાખે છે, ઘણું દુકાને જમીનદોસ્ત કરે છે, હડફેટે ચઢેલા માણસની ખબર લેવા પણ ભૂલતું નથી. તેથી જેમ પ્રચંડ વાયુથી સમુદ્ર ક્ષોભાયમાન થાય એમ બધું નગર હળમળી રહ્યું છે.” એમ કહીને તે ત્વરાથી દડી ગયે. | દરવાજામાં પેસનાર પુરૂષ તે ધમ્મિલ પોતેજ હતું. તે એવી હકીક્ત સાંભળીને ત્વરાથી નિર્ભયપણે બજારના મધ્ય ભાગમાં આવ્યો, ત્યાં પણ અનેક લોકોને આકુળવ્યાકુળ થયેલા જોયા. તેમાં પણ આઠ કન્યાઓ સાથે એક શ્રેષ્ઠીપુત્રને ઠાઠમાઠથી જતા જોઈને ધમ્મિલે કેઈને પૂછયું કે-“આ કેણ છે?”
“ અહીં રહેનારા ઇંદ્રદત્ત સાર્થવાહને સાગરદત્ત નામે આ પુત્ર