________________
૮૦
મિલ કુમાર. દ્વારિકામાં લઈ ગયા. સત્યભામાના કુંવર ભીરૂ માટે નવાણુ કન્યાઓ એકઠી કરી હતી, છતાં શાંબકુંવર એ નવાણુની સાથે પરણને પિતાને મહેલે તેડી ગયે. તેથી અમને બચાવનાર અમારો ઉપકારી ધમ્મિલકુમાર એજ આ ભવમાં તે અમારે ભરથાર થાઓ ! હે રાજન ! તેમ છતાં જે અમારા ઉપર ફરજ પાડશે તો અમે આઠે જણીઓ આપઘાત કરશું, પણ એ ખારાસાગરને તે અમે નહિ વરશું તે નિશ્ચય છે.” કન્યાઓની એવી વાણી સાંભળીને રાજાએ સાગરદત્તને કહ્યું કે –“તું આ કન્યા માટેની હઠ છોડી દે.”
રાજાનું વચન સાંભળીને સાગરદત્ત મનમાં બડબડતે ત્યાંથી ચાલ્યા ગયે. રાજાએ એનાં માબાપને બેલાવી મોટા મહોત્સવપૂર્વક એ આઠ કન્યાઓને ધમ્મિલ સાથે પરણાવી દીધી. કન્યાદાનમાં એ આઠેના માબાપે ધમ્મિલને પુષ્કળ બદ્ધિ આપી.
જગતમાં સામાન્ય એ નિયમ છે કે ભરતીમાં ભરતી જ થાય છે. લક્ષ્મી પ્રસન્ન થાય છે ત્યારે ચારે બાજુથી આવવા માંડે છે. ભરેલા વિશાળ સમુદ્રમાંજ નદીનું પાણી પણ સમાઈ જાય છે. આઠે કન્યાઓને લઈને ધમિલ વિમલાને ઘેર આવ્યા ને સુખભર દિવસ વ્યતીત કરવા લાગ્યા.
એક દિવસ ધમ્મિલ ચંપાપતિ પાસે બેઠે હતું, તે વખતે અનેક પ્રકારે જ્ઞાનગોષ્ટી કરતાં એને પ્રસન્ન કરી સંબાહપતિ વસુદત્તની સાથે સંધી કરાવી દીધી. એ ખબર કુંવરે સંબાહપતિને મોકલ્યા. સંબાહપતિએ પોતાની પુત્રી પદ્માવતીને ઋદ્ધિ સમૃદ્ધિ સાથે ચંપાનગરીએ મોકલી. તે પોતાના પ્રિયતમ પાસે આવી. એવી રીતે સર્વે સ્ત્રીઓની સાથે સંસારસુખ ભેગવતે ધમ્મિલ પૂર્ણ સુખમાં પિતાનો કાળ નિર્ગમન કરવા લાગ્યું.