________________
રામનું સ્વમ ભરતને ફળ્યું.
૩૭૮ બંધ પડેલો વ્યવહાર શરૂ થયો. મેં કઈ પિોતપોતાના કામધંધે લાગ્યા. સાગરદત્ત પણ કન્યાઓ મૂકીને નાશી ગયેલો તે હવે એ આઠેને પરણવાને તત્પર થયે, જેથી એ આઠે કન્યાઓને તેડું કર્યું. એટલે તેણીઓએ કહેવરાવ્યું કે-“હવે અમારી આશા છોડી દ્યો. વાનર ફાળ ચૂકી ગયો. અમને તે તે યમરાજના મુખમાં નાખી હતી તે શું ભૂલી ગયો, કે જેથી પુન: તેડું કરતાં લાજતો નથી? એ મહાભાગ્યવંત ધમ્પિલકુમારના પરાક્રમથી અમે જીવતી રહી. તારી એ આઠે સ્ત્રીઓ તે મરી ગઈ છે એમજ તું સમજજે. તું જબુકની પેઠે અમને મૂકીને નાસી ગયે. અરે ! દુ:ખના સમયમાં પશુઓ પણ પિતાની સ્ત્રીને તજતાં નથી, તો મનુષ્ય જે મનુષ્ય થઈને અમને મૃત્યુના મુખમાં નાખીને ભાગી જનાર તું અમને પરણવા આવતાં લાજતે નથી? એ તો જે થયું તે સારું જ થયું કે જેથી તારા જેવા રાંકડાના પંજામાંથી અમે છુટા થયા. શૂળીનું વિધ્ર સેયથી ટળી ગયું. માટે અમારી આશા છેડીને તું નિરંતર ઘરમાં ભરાઈ રહે. આકૃતિમાં જે કે તું પુરૂષ જે છે, છતાં સ્ત્રીથી પણ હીનસત્વ છે. તારા જેવા હીનસત્વને પરણ્યા કરતાં જીવિતપર્યત કુમારા રહેવું એ વધારે સારું છે.”
આઠે સ્ત્રીઓની કહેવરાવેલી આવી કટુક વાણી સાંભળીને સાગરદરાજા આગળ ફરિયાદ કરી. રાજાએ બાળાઓને બોલાવી સાગરદત્તને પરણવાને સમજાવ્યું, પણ એ આઠે જણીએ પોતાનો અભિપ્રાય રાજા આગળ જાહેર કર્યો કે “એણે તે અમને યમના હેડામાં નાખી હતી, હવે શા માટે એ પરણવા આવે છે? અમે મરણ પામી હોત તે તે શું કરત? આ ધમ્મિલકુંવરના પસાયે સર્વે સારું થયું, નહિતર એ તે પિતાને જીવ સંભાળવાને નાઠે હતા, માટે એ રાંકને અમે કદાપિ વરનાર નથી. અમે આઠ જણ અણીશુદ્ધ સતીએ છીએ. અમારાં માતાપિતા અને જ્ઞાની એના સાક્ષીભૂત છે. ચોરીમાં ચોથું મંગળ ફરતાં પણ જે પતિ મરી જાય તો ફરીને પરણવાની એને છુટ છે તો અમારે એમાં શું વાંક છે કે એ રાંક આટલો બધો અમને દબાવે છે? જુઓ!કૃષ્ણજી રૂકમણિને હરીને લાવ્યા હતા છતાં એ સતીમાં શિરોમણિ કહેવાણી, શિશુપાલ સાથે એને વિવાહ થયે હતું છતાં કૃષ્ણ એને હરણ કરી