Book Title: Dhammil Kumar Charitra
Author(s): Jayshekharsuri, Manilal Nyalchand Shah
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 393
________________ અટવીમાં. પ્રમાણેજ ગુણવાળે કામોન્મત્ત નામે તેને પુત્ર છે. તેમજ વિદ્યન્મતી અને વિદ્યુલરા નામની બે પુત્રીઓ છે. એક દિવસ એ નગરના ઉદ્યાનમાં આકાશગમન કરતા મૂર્તિ મંત ધમી હોય એવા ધર્મઘોષ અણગાર આવ્યા. તેમના આગમનના સમાચાર જાણીને નગરજને તેમને વાંદવાને ચાલ્યા. રાજા પણ પરિવાર સહિત મુનિને વંદન કરવાને ચાલ્યા. રાજા વાદીને બેઠે, એટલે મુનિએ ભવના તાપને નાશ કરનારી ધર્મદેશના આપી—“હે ભવ્ય! અનંતકાળ પર્યત આનંદમય સુખને આપનારી મુક્તિવધુને વરવાની જે તમને ઉત્સુક્તા હોય છે, અને જે આ ભવાટવીને ઉદ્ભઘવાની તમારી જીજ્ઞાસા હોય તો ભગવંતે કથેલા દાન શીલ તપ ને ભાવ એ ચાર પ્રકારના ધર્મનું શરણ આદરે.” ઇત્યાદિક ધર્મદેશના આપીને મુનિ માન રહ્યા, એટલે રાણુએ પૂછયું-“હે પૂજ્ય! મારી આ બન્ને દીકરીઓને ભાવી પતિ કોણ થશે ?” જે તમારા પુત્રને હણશે તે તમારો જામાતા થશે. આ બને બાળાને એકજ પતિ થશે.” મુનિએ કહ્યું. એ મહામુનિની વાણી સાંભળી પુત્ર મરણથી શેક અને જમાઈ મળવાથી હર્ષ એમ રેષતેષ સાથે ધરતી રાણી રાજા સહિત પારવાયુક્ત મુનિને વાંદીને ઘેર આવી. પિતાની રજા લઈને કામેન્મત્ત કેટલીક વિદ્યા સિદ્ધ કરવાને માટે પિતાની બહેન સાથે આ વનમાં આવ્યું. અને નદીના કાંઠા ઉપર આ સુંદર મહેલ બંધાવીને તેણે તૈયાર કર્યો. તે મહેલ જાણે કૈલાસ પર્વતનું સ્ફટિક રત્નમય શિખર શોભી રહ્યું હોય એવોશભે છે. એમાં ખેચર અને ભૂચર રાજાઓના વંશમાં ઉત્પન્ન થયેલી સુંદર સેળ કન્યાઓને લાવીને તેણે રાખી છે. ચંદ્રા, શ્રી, ગાંધારી, સમા, વિચક્ષણા, શ્યના, વિજયા, સેના, શ્રીદેવી, સુમંગલા, મિત્રવતી,શ્રીમતી, યશોમતી, સુમિત્રા, વસુમિત્રાને મિત્રસેના એ એમનાં નામ છે. એમાંથી મારું નામ મિત્રસેના છે. એ વિદ્યાધર “કામોન્મત્ત ” અહીં જ આ નદીને કાંઠે ગહન વંશજાળમાં રહીને વિદ્યા સાધે છે. છમાસે વિદ્યા સિદ્ધ થતાં તે અમને સર્વને પરણુને પોતાને નગર લઈ જવાનો છે. હાલમાં અમે અમારી બને નણદીની સાથે રહી આનંદ વિદમાં કાળ નિર્ગમન

Loading...

Page Navigation
1 ... 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430