________________
૩૭ર
ધમ્મિલ કુમાર કરીએ છીએ. તમારી આગળ હું જે આ વૃત્તાંત કહું છું તે સર્વે સત્ય છે. નણદીની સાથે ગોષ્ટી કરતાં જેવું મેં સાંભળ્યું છે તેવું તમને જણવ્યું છે.” એમ કહીને મિત્રસેનાએ પોતાની વાત પૂર્ણ કરી.
બાળાનું વૃત્તાંત સાંભળીને ધમ્મિલ વિચારમાં પડ્યો. “નક્કી તેએજ ખેચર કે જેને મેં આ ગાઢ વંશજાળમાં લીલા કરતાં હ. હા! દુષ્ટ હાથીની માફક મેં ખર્શરૂપ શુંડથકી આ રમણીઓરૂપ પક્ષીઓના વિશ્રામસ્થાન જેવા એ તરૂવરને હા એ ઠીક ન કર્યું. આ બાળાઓ એ વાત સાંભળશે એટલે એમની આશાલતા ઉપર કે વા પ્રહાર થશે?”
પ્રકરણ ૬૩ મું.
ભૂલ અને તેનું પરિણામ.” પાછી તે બાળા બેલી કે –“અમારા મને રથ તે સફળ થયા. હવે અલ્પ કાળમાં એની વિદ્યા સિદ્ધ થશે એટલે અમારાં લગ્ન તે થઈ જશે. કિંતુ એ જ્ઞાની ગુરૂએ કહેલું તે ન જ થયું. અમને તે પતિ મળે, પણ એ ખેચરકુમારીઓ રહી ગઈ. ન સમજાયું કે ગુરૂની વાણું કેમ અન્યથા થઈ ? અમે પરણી જશું એટલે એ બન્ને બહેનો ગ્ય વરની તપાસ કરીને વરશે. આજે એ વિદ્યાઘરની વિદ્યા સિદ્ધ થવાની છે જેથી મને એમની ખબર લેવાને મોકલી છે. અરે! હું કેવી છું કે કયારની તમારી સાથે વાતમાં લુબ્ધ થઈ ગઈ છું? સમયને પણ ભૂલી ગઈ છું.” આ પ્રમાણે એ બાળા વાવને કાંઠે ઉભી ઉભી ધન્મિલ સાથે ઉલાસથી વાત કરી રહી હતી; પણ તેને બિચારીને ક્યાં ખબર હતી કે વિધિએ પોતાનું કાર્ય એના આગમન પહેલાં જ પૂર્ણ કરી નાંખ્યું હતું. જ્ઞાનીએ જે સમયે જે પ્રમાણે બનવાનું કથેલું ભવિષ્ય તે તે પ્રમાણે થઈ ગયું હતું.
અહીં આસ્તેથી ધમ્મિલે એને દુઃખ ન થાય એવી મૃદુતાથી કહ્યું“બાળા ! જરી થોભ ઉતાવળી ન થા!જતાં પહેલાં મારી એક વાત સાંભળ.”