________________
૩૬૬
ધમ્મિલ કુમાર.. છું? હું ક્ષણમાં પ્રસન્ન થતી, ક્ષણમાં રૂષ્ટ થતી છતાં તમે તો સદા મારી ઉપર પ્રસન્ન જ રહેતા હતા; કેમકે રાત્રી કાળે અને ધોળે બને વેશ ધારણ કરે છે, પણ દિવસ તે એક સ્વરૂપવાળે જ હોય છે. એ કેપ આખરે તો મને જ નુકશાન કરનારે નિવડ્યો. પૂર્વે એ કેપના જ પ્રતાપે હું નરષિણું બની હતી. અત્યારે એ દુષ્ટ કપાળે મને સ્વામીને વિયાગ કરાવ્યા. હા! દુ:ખી એવી મને સદા ધિક્કાર હ! તમે જ્યારે પાસે હતા ત્યારે તમારી ઉપર હું રોષવાળી રહેતી હતી. તે રાષ ક્ષીણ થયો તે હવે તમારે વિયેગ થયે. હા ! આ દુષ્ટ પદને છેદી નાખું, કે શું કરું? હું વિષ ખાઉં? કયાં જાઉં?” ઈત્યાદિ વિલાપ કરતી વિમળા દુ:ખમાં દિવસે વ્યતીત કરવા લાગી. ધમિલના વિશે એણે સરસ આહાર છેડી દીધું. પોતાની કાયાને તેદમવા લાગી. તે સાદાં વસ્ત્ર પહેરતી અને અંતરમાં પતિનું જ ધ્યાન કરતી. દિવસ જતાં તે શરીરે સુકાવા લાગી. વનમાં રહેલી રસભરી વેલ પણ જળના સિંચન વગર જેમ સુકાઈ જાય એમ તે કરમાવા લાગી. મેઘ વગરની પૃથ્વી સૂર્યના આતાપે તપતી જેમ બધા વિશ્વને ઉકળાટ આપે છે, તેમ પિતાની સ્વામિનીનું દુઃખ જોઈને સેવકે પણ ઓશિયાળા થઈ ગયા.
- સ્ત્રીને માતા, પિતા, સુત, બાંધવ, સાસુ, સસરે, નણંદ સર્વ કોઈ હોય, પણ પ્રિયતમ વગર એને આનંદ હોતો નથી. દાંત વગર જેમ હાથી શોભતે નથી, ચંદ્ર વિનાની રાત્રી શોભતી નથી, જળ વગર સરોવર શોભા પામતું નથી, તેમ પતિ વગર સ્ત્રી પણ શોભતી નથી. કંથે તજેલી સ્ત્રી ચિતાની આગમાં બળે-જળે છે. ચંદ્રનાં અમી ઝરતાં કિરણે પણ એ વિરહિણીને તાપ ઉત્પન્ન કરનારાં થાય છે. મંદમંદ શિતળ વાયુની લહેરીએ પણ એને બાળે છે. પુષ્પશમ્યા કંટક સમાન થઈ પડે છે. રાત્રી તે યુગ જેવડી ભાસે છે. ચંદનને લેપ અગ્નિની વાળા સમાન શરીર તપાવે છે. એવી રીતે પતિએ તપેલી સ્ત્રીને સંસારની સુખકર વસ્તુઓ પણ દુ:ખરૂપજ થાય છે.
કેટલાક દિવસો વિમળાના એવી રીતે શેકમાં વ્યતીત થયા. આખરે વિધાતાને એની દયા આવી. એના તપશ્ચર્યા ફળી.