________________
ધમ્મિલ કુમાર. - દેશ દેશાવરના રાજા અને રાજકુમાર ચંપાનગરના ચંપકવના નામના ઉદ્યાનમાં ઉતર્યા. યોગ્ય અવસરે સ્વયંવરમંડપના મંચ ઉપર સર્વે ગોઠવાયા. ઘણી લક્ષમી હોય છતાં માણસનું મન જેમ અતૃપ્ત જ હોય તેમ સ્ત્રીને વિષે અતૃપ્ત એવા સર્વ ક્ષત્રિય અને ઈભ્યના કુમાછે કપિલા રાજકુમારીને વરવાની આશાએ આવ્યા અને તે મંડપમાં પિતાપિતાને ગ્ય આસને બેઠવાયા. ધમ્મિલ પણ યુવરાજની સાથે એ સ્વયંવરમંડપમાં એની સાથે બેઠે. હવે સર્વેની આંખે કન્યાને જેવાને આતુર થઈ રહી.
રાજકુમારી કપિલા મનુષ્યકૃત વિમાનમાં-પાલખીમાં બેસીને આકાશમાંથી જેમ દેવબાળા ઉતરીને આવે તેમસખીઓના પરિવારે વરમાળા કરકમળમાં ધારીને સ્વયંવરમંડપમાં આવી, એટલે સર્વે ચક્ષુઓ એ શોભાની અદ્દભૂત મૂર્તિ ઉપર ઠરી. આશા, ઉત્સાહ, કન્યા મેળવવાને લાભ એ સર્વને હતું; છતાં વિધિએ માત્ર એક જ જણને માટે એ વરમાળ પહેરવાનું ભાગ્ય નિર્મિત કર્યું હતું. | સર્વેના ગુણ દોષ જાણકારી પ્રતિહારિણીએ દરેકને ઉદ્દેશીને એમનાં ટુંક વૃત્તાંત રાજબાળાને જણાવવા માંડ્યાં, પણ એને સાંભળવાની કયાં પરવા હતી ? એ સર્વે જનમંડળમાં તેને તો ફક્ત એકજ વ્યક્તિ સાથે લગની લાગેલી હતી. જેથી સર્વે જનેની અવગણના કરતી તે આગળ ચાલી. અનુક્રમે ધમ્મિલ પાસે આવીને એના કંઠમાં કપિલા રાજકુમારીએ વરમાળા પહેરાવી.
મંડપમાં આવેલા સર્વે મહદ્ધિક જનની સાક્ષીએ કપિલભૂપાળે રાજકુમારીને મોટો વિવાહમહોત્સવ આરંભ્યો ને ધમ્મિલ સાથે એનું પાણિગ્રહણ કરાવ્યું. રાજાએ કન્યાદાનમાં હાથી, ઘોડા, સુભ, રથ, ભૂષણ, ગામ વગેરે ઘણી સમૃદ્ધિ આપી. પોતાના જ સમાન સમૃદ્ધિથી ભરેલું એક મોટું વિશાળ મકાન રાજાએ એ નવલ વરવધુને રહેવાને આપ્યું. ત્યાં તે રાજાની માફક ઘણાજ ઠાઠમાઠથી રહેવા લાગે. નાગદત્તાને પણ ધર્મિલે પિતાને ત્યાં તેડાવી ને બને સાહેલીઓ સાથે ને સુખમાં પિતાને કાળ દેવતાની માફકળ્યતિત કરવા લાગ્યા; છતાં વિમળા બસ્મિલના હદયમાં હતી,