________________
ભાગ્યોદય. આટઆટલી સુખ સમૃદ્ધિ છતાં એ વિમલાને ભૂલી ગયે નહોતે, કેમકે રાગનું બંધન છે એ પ્રાણીઓને જગતમાં દુર્નિવાર છે. સાતમી નરકના ગાઢ અંધકારમાં રહેલો બ્રહ્મદત્ત પણ રાગના બંધનવડે કુરુમતિ “કુરુમતિ પિકારી રહ્યો છે. છઠ્ઠીમાં ગયેલી કુમતિ બ્રહ્મદત્તને ઝંખી રહી છે; છતાં એ બંધન તે બંધનજ ! એમાં સુખ તે ક્યાંથી હોય? આ સંસારના ભવનાટકમાં ફરતાં એ લકે પાછા કયારે ભેગા થશે એ તે જ્ઞાની જાણે, પણ વિયેગનું દુ:ખ તે એ ભેગવી જ રહ્યા છે.
ઈને પિતાને બાવીશ કોડાકોડી પંચાસી લાખ કરોડ ઈકોતેર હજાર કોડ, ચારસો ને અઠાવીશ કોડ, સત્તાવન લાખ, ચાર હજાર બસોને એંસી ઈંદ્રાણીએ એક ભવમાં થાય છે. છતાં જે તેમાંથી એક પણું રીસાય તે શક તેને ઝટ મનાવવા જાય અને એ જે મનાય તેજ ઇંદ્રને સુખ થાય એવું આ સંસારનું રાગબંધનરૂપી નાટક છે.
ધમ્મિલ ગૃહમાંથી બહાર નીકળ્યો, વિમલાએ એને તીરસ્કાર કર્યો ને પૂર્ણપણે એના તરફ બેદરકારી બતાવી. ગુસ્સાના જુસ્સામાં એ પ્રમાણે એણે કર્યું તે ખરૂં પણ પતિના ગયા પછી એને બહુ પશ્ચાત્તાપ થયે. સ્ત્રીઓનાં હૃદય પ્રાય: સ્વભાવથકીજ કમળ હોય છે. તેથી પછી એણે કેટલાક સમય અતિ કલેશથી વ્યતિત કર્યો, છતાં એને નિશ્ચય હતો કે પ્રાણપ્રિય પાછા સમય થતાં અવશ્ય ઘેર આવશેજ, પણ એનું ધાર્યું એના હૃદયમાંજ રહ્યું. કેમકે એ નિમિત્તે વિધિએ તો કયારનુંય ધમ્મિલનું ભાગ્ય જુદું જ ઘડ્યું હતું. વિધિને આવી સારી કે ખોટી, મીઠી કે કડવી જીની મશ્કરી કરવી બહુ ગમે છે. વિમળાએ ઘણું રાહ જોઈ પણ પતિનું તે કયાંય દર્શન થયું નહિ, જેથી તેનું બહુ મુંઝાવા લાગી. બારીએ ઉભી ઊભી એનો આવવાને માર્ગ જેતી, આંસુભરી આંખે પશ્ચાત્તાપ કરતી ને પતિની વાટ જોતી વિલાપ કરતી, પિતાની જાતને નિંદતી તે ઘણું કકળતી હતી. પણ ધનુષ્યમાંથી છુટેલું તીર હવે તો છુટી ગયું હતું. તે વિચારતી કે –“અહા! મારે અમૃતકુંભ ઢળી ગયો! અરે મારું ક૯૫વૃક્ષ નષ્ટ થઈ ગયું! ચિંતામણિ, રત્ન હાથમાં આવીને સરકી ગયું! હા! સ્વામી! તમારે તીરસ્કાર કરીને કેવી હું પસ્તાઉં છું, દુઃખી થાઉં