________________
૩૫૮
પસ્મિલ કુમાર. પરવા કરી નહિ-એને કાંઈપણ દાદ આપી નહિ; કેમકે સ્ત્રીહઠ એ દુ:ખે તજવા એગ્ય છે. રાજહઠ, જેગીહઠ ને બાળહઠની માફક સ્ત્રીઓ પણ હઠ ઉપર આવતાં ભવિષ્યમાં થતા ભાવી અનર્થ ને લેશ પણ વિચાર કરતી નથી. એ કયા રસ્તે જાય છે અને સારું કરે છે કે ખોટું? તેને ખ્યાલ પણ કરતી નથી.
હા! ખરેખર સ્ત્રી તે એ વસંતતિલકાજ ! એની જેવી સ્ત્રીઓ તે જગતમાં ભાગ્યે જ મળી શકે, કે જે પ્રેમકલહમાં પિતે રીસાય જ નહિ ને કદાચ પતિ રીસાય તો એને મનાવવાને એ રમણી પ્રેમભર્યા શબ્દોથી એને મનાવે, રીઝવે, એજ સ્ત્રી ખરેખર સ્ત્રીઓમાં શિરોમણિ હતી. ” ધમ્મિલના આ શબ્દો સાંભળતાં વિજળીને ગોળ પિતાની ઉપર પડે અને તેની જેવી વેદના થાય એવી દુસહ વેદના વિમળાને અકસ્માત થઇ પડી.
સ્વામીને રાગ બીજી કોઈપણ સ્ત્રી ઉપર જોઈને એના હૃદયમાં ક્રોધ ઉત્પન્ન થયા. આંખમાં ખુન વ્યાખ્યું. અગ્નિથી તપેલાની માફક કોધથી ધમધમતું એનું શરીર કંપવા લાગ્યું. વદન ઉપર કંપની ભયંકર છાયા છવાઈ ગઈ. એના અંતરમાં યુવાનીનો મદ હતો, પિતાના રૂપનું એને પૂર્ણ અભિમાન હતું, લક્ષ્મીનું અતિ ગૌરવ હતું, રાજવંશનું નૂર એનામાં તપી રહ્યું હતું. યૌવનના એ ગર્વે સંદર્યના એ અભિમાન અને શિલ્યના મદે એને ઝનુની બનાવી, સામાન્ય સ્ત્રીઓ પણ શક્યનું નામ સાંભળી શકે નહિ તે આ તે વિમળકુળમાં જન્મેલી વિમળી હતી. સ્વામીનું અગ્નિની જ્વાળાસમાન આ કટુ વચન એ સાંભળી શકી નહિ. તિરસ્કારપૂર્ણ દષ્ટિએ સ્વામીને એણે પુષ્પાંજલિ આપવા માંડી. તે બલી-“ધર્ત ! આખરે તમારા હૃદયની વાત મારા જાણવામાં આવી. તમારા ચિત્તરૂપી ભૂમિમાં ઘણા કાળથી નિધાનની માફક રહેલી આ સ્ત્રીનું નામ આજે તમે બહાર કાઢયું એ ઠીક થયું અને મારી સાથે ઉપર ઉપરને પાર બતાવી કેવળ દંભથી જ દેખાવ બતાવો છો તેની આજે ખાતરી થઈ કેમકે તત્ત્વથી તે તમારા હૃદયમાં વસંતતિલકાજ રહેલી છે. હા! તમારી આવી લુચ્ચાઈ તે મેં આજેજ જાણી. જે વસંતતિલકા વહાલી