________________
બસ્મિલ કુમાર, શરીર ઉદ્યસાયમાન થતું હતું. વિમળાએ ઉદ્યાનમાં ધમ્મિલે નહિ ધારેલે એ અપૂર્વ પ્રેમભાવ બતાવ્યું હતું. ગઈ કાલની સાંજે તે બન્નેનાં મન વૈમનસ્યભાવને પામેલાં હતાં, છતાં આજે એકદમ આવું વિમળાનું પરિવર્તન જોઈ તેણે ધાર્યું કે “દેવવાણ ભૂતકાળમાં જે થઈ હતી તેની શરૂઆત થઈ ચુકી હતી,” આજથી તેના પુણ્યને ઉદય થયે હતો. આ ભવમાં જ કરેલું તપ તેને ફળવા માંડ્યું હતું, કે જેથી શત્રુમાં કે મિત્રમાં સર્વત્ર તેને વિજય થત હતે. દેશ-પરદેશમાં તે માન-સત્કાર પામતે હતે, સમર્થ રિપને પણ પલકમાં રેળી નાખતો હતો અને છેવટે આ મનસ્વિની વિમળાનું દઢ દિલ પણ ભેદવાને સમર્થ થયે હતે. એ સર્વે કાર્યો પૂર્વે કરેલાં પુણ્યના ઉદયનાં સાક્ષી સ્વરૂપ હતાં.
પ્રકરણ ૬૦ મું.
નાગદત્તા: જે સંયોગ વિયોગ થવાને હોય છે તેવી જ રીતે માનવિના મગજમાં પણ ભિન્ન ભિન્ન પ્રકારનાં સંસારના વર્તમાન પ્રસ્તાવને અનુસારે પરિવર્તને થયાં કરે છે. આજને સ્નેહી મિત્ર આવતી કાલને શત્રુ બને છે, ત્યારે એક વખતનો શત્રુ મત્ર કરતાં પણ અધિકપણે આપણું હિતકાર્યમાં ભાગીદાર થાય છે. એક સુંદર મહેલમાં પુષ્પશા ઉપર નિરાંતે શયન કરનારને-જગત ઉપર હુકમ ચલાવનારને ખાવાનો ટુકડો પણ મળતું નથી. ખાવાના ટુકડા માટે રખડતો ભિખારી પૂર્વના પ્રબળ પુણ્યના ઉદયવડે આલમની ઉપર ઠકુરાઈ ભેગવે છે. એવાં ઘણું પરિવર્તને ભવિષ્યના ઉંડા સમયમાં પડેલાં હોય છે. અલ્પજ્ઞ માનવી એનાથી પ્રચ્છન્નપણે થતા ભાવીના પડકારને શું સમજી શકે? જગતની લીલાનો પાર તે એક સર્વજ્ઞજ પામી શકે.
જે વિમલાને ધન્સિલનું મુખ જેવું પણ નહોતું ગમતું, કદાચ