________________
નાગતા.
કુલ
વડે નાગનાથને પૂજીને સંતાપ્યા. દ્રવ્યપૂજા કરીને તેમની આગળ ભાવપૂજા કરવાને એકાગ્ર ચિત્તે તેમની સ્તુતિ કરવા લાગી—“એ નાગનાથ ! પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ. મને મનગમતો વર આપી મારો એ મને ભિલાષ પૂર્ણ કરે.”
કલ્યાણિ ! તારૂં મનવાંચ્છિત આજે સિદ્ધ થશે. મારી પ્રસન્નતાથી આજે તને અહીં જ તારા ભાવી પતિને મેળાપ થશે.” નાગદેવે પ્રસન્ન થઈને અદશ્યપણે કહ્યું. નાગદેવના સ્વરૂપમાં બાળાને અભીષ્ટ વર આપનાર ધમ્મિલ પોતેજ હતો.
નાગદેવનું એ વચન સાંભળીને એ બાળા અતિ પ્રસન્ન થઈ. ઘણા દિવસની ભક્તિ આજે સફળ થઈ હતી, જેથી તેના દિલમાં હર્ષ ઉભરાતે હતો. હર્ષના પ્રવાહમાં એણે નાગદેવની સ્તુતિ કરી લીધી અને ત્યાંથી ઉઠીને સખીઓ પાસે જવા જાય છે તેટલામાં નજીક ઉભેલા એક સ્વરૂપવાન પુરૂષ ઉપર એની નજર પડી. મદનની સાક્ષાત્ મૂત્તિ જાણે અકસ્માત્ પ્રલેભન કરવાને ત્યાં પ્રગટ થઈ હોય એવા એ નવયુવાનને જોઈને બાળાનાં વિહ્વળ ચક્ષુ એ રૂપનું પાન કરતાં અતૃપ્તપણે જ એને નિરખી રહ્યાં. આંખે આંખ મળી એટલે હદયે હદય પણ એક બીજાને મર્મ સમજ્યાં; કેમકે બન્નેને રસ્તો એકજ હતો. બન્નેને એકજ ઠેકાણે જવાનું હતું. બન્નેના અંતરના ઉંડાણમાં એક જ વાસના હતી. પુષ્પધળ્યાને પ્રતાપ બન્નેના ઉપર એક સરખો જ હતું. બન્નેને એકબીજાને મેળાપ-સમાગમ વધારવાની તીવ્ર અભિલાષા હતી.
બાળ ક્ષણમાં ધમ્મિલની સામે જોતી, ક્ષણમાં પિતાનાં ચક્ષુ લજજાથી પૃથ્વી તરફ ઢાળતી અને મનમાં અનેક સંકલ્પ વિકલ્પ કરતી હતી. આ તરફ ધમ્મિલ અનિમેષ નયને એ બાળાને નિહાળો એના રૂપમાં, એના સૈભાગ્યમાં, વિધિએ ફુરસદે ઘડેલી એ અભિનવ પુતળીમાં અતૃપ્તપણે અને એકચિત્તે વિધાતાની કળાને પ્રશંસી રહ્યો હતો.પ્રિયાએ કરેલો તિરસ્કાર પણ તે પ્રશંસી રહ્યો હતો. પ્રયા! વિમલા! તારા એ ચરણનું કલ્યાણ થજો કે જેના સંસર્ગથી હું બહાર નીકળે અને આ ઉત્તમ ઘડીનો લાભ લેવાને સમર્થ થયે તેને માટે