________________
વન ક્રીડા.”
૩૫૫ જનકાર્ય સમાપ્ત થયું કે તંબેળ ખાતી તેઓ પણ મંડપમાં આવી. સર્વે જણે બે ઘડી જમ્યાન આરામ લીધા પછી જળક્રીડા કરવાને ગયાં. સર્વે પુરૂષો પોતપોતાની પ્રિયા સાથે જળક્રીડા કરવા લાગ્યા. ધમ્મિલ પણ વિમળાની સાથે જેમ હાથી જેવા સાથે કીડા કરે તેમ ક્રીડાજળમાં ખેલવા લાગ્યો. બન્નેની વિલક્ષણ જળક્રીડા જોઈને સર્વે યુગલો એમની આ પ્રમાણે પ્રશંસા કરવા લાગ્યાં-“જગતમાં ધમ્મિલ મોટું પુણ્ય કરીને ઉત્પન્ન થયેલ છે કે વિમળા જેવી ચતુર સ્ત્રી સાથે એને સંબંધ થયો છે. મહાદેવ અને પાર્વતી, ઈદ્ર અને ઇંદ્રાણી, ચંદ્ર અને રોહિણી, કમળા અને વિષ્ણુ તથા સીતા અને રામ સરખી આ જોડી વધાતાએ પણ ફુરસદે ઘડી જણાય છે.”
જળક્રીડા કરીને જળમાંથી નીકળ્યા પછી સર્વે શુદ્ધ વસ્ત્ર પહેરી માંડવામાં આવ્યા ને પોતપોતાની પ્રિયા સાથે હિંડોળે ઝુલવા લાગ્યા. સાથે સાથે આગળ થતો વેશ્યાને નાટારંભ જેવા લાગ્યા. સર્વે જેનારાની એક નજર ધમ્બિલ તરફ હતી ને બીજી નાટક ઉપર હતી, છતાં એ નજરેને તૃપ્તિ થતી નહતી.
આખો દિવસ ઉદ્યાનમાં એવી રીતે મેજશોખમાં પસાર કર્યો ને યુવરાજ અને તેના મિત્રોને જે શંકા હતી તે દૂર થઈ. ઉલટું તે યુગલના અભૂત પ્રેમનું એ સર્વેને દર્શન થયું.
તેમની આગળ થતું વેશ્યાઓનું અદ્ભુત નાટક પૂર્ણ થયા પછી તેને કુમારે રજા આપી. સૂર્ય પણ હવે રાતપળે થઈ ભમી ભમીને થાકી ગયેલ જણાતો હતું, જેથી અસ્ત પામવાની-છુપાઈ જવાની–આરામ લેવાની તૈયારીઓ કરતા હતું. એટલે યુવરાજની સ્વારી મિત્રો સહિત નગર ભણી ચાલી, રાજકુમાર અને ધમ્મિલ હાથી ઉપર બેઠા. કેઈ ઘોડા ઉપર, કઈ હાથી ઉપર, કઈ રથમાં એવી રીતે પોતપોતાના વાહનમાં બેસીને સર્વે નગર ભણી ચાલ્યા, અને પોતપોતાના મંદિરે ગયા. ધમ્મિલ પણ કમળા અને વિમળાની સાથે પોતાના મહાલયમાં આવ્યા.
અત્યારે તેના દિલમાં અપૂર્વ આનંદ હતો. એ આનંદના વેગથી