________________
“વન કોડે.” જાણતાં છતાં પણ સત્ય વાતની અવજ્ઞા કરીને તે અન્ય સાથે પરણશે તે અહંકાર ભરેલી તારી ભવિષ્યમાં શી ગતિ થશે? પુરૂષોની સાથે સ્ત્રીઓને અહંકાર નભી શકતો નથી.” વૈદ્યના ઔષધથી ઘણું કાળને જીર્ણજ્વર જેમ ક્ષય પામે તેમ કમલાનાં વચન વિમળાના હૃદયમાં આરપાર ઉતરી ગયાં. તેના રેષરૂ૫ રેગ ઉપર તે ઉત્તમ ઔષધ સમાન થયાં. વિમળા વિચારના ઉંડાણમાં ઉતરી ગઈ; અને તેને સર્વ ગર્વ ગળી ગયે. તે બેલી
હે માત ! તારું વચન મારે પ્રમાણ છે. હું એ વચનનું ઉલ્લંઘન કરવાને હવે શક્તિવાન નથી. આજથી સદાને માટે તારા વચનમાં મારી સંમતિ છે એમ સમજજે.”
તે પછી કમલા ધમ્મિલ પાસે આવી ને તેને સર્વે હકીકત કહી સંભળાવી કે – “આવતી કાલથી વિમળા તારી થશે ને તારી સાથે ઉદ્યાનમાં પણ આવશે.”
કમળાની વાણુ સાંભળીને ધમિલ બહુ ખુશી થયે. આજે ઘણા દિવસે તેની મને ભિલાષા સફળ થઈ જેથી તેના મનમાં ઉત્પન્ન થયેલું દુ:ખ બધું શાંત થઈ ગયું. જેસભેર ચાલતા શ્વાસોશ્વાસ પણ શાંત થયા અને નિદ્રા જે તેની વેરણ થઈ હતી તે મિત્રની માફક બની ગઈ. નિશ્ચિત મને સુખપૂર્વક તે નિદ્રાધિન થઈ ગયે.
તેજ રાત્રીએ કમળાએ વિમળા અને ધમ્મિલના ગાંધર્વલગ્ન કરી દીધાં અને પ્રાત:કાળે સુંદર વસ્ત્રાભૂષણે સજી ધમ્મિલ, કમળા અને વિમળાને રથમાં બેસાડીને લોકોની કુતુહળભરી દ્રષ્ટિ વચ્ચે ઉદ્યાન તરફ ચાલ્યો. દિવસ ઘણે ચડી ગયે હતું, જેથી રાજકુમાર અને તેના મિત્રો પોતપોતાની પ્રિયાઓ સહિત આવી ગયા હતા, એટલામાં ધમ્મિલ પણ વિમળાની સાથે આવી પહેર્યો. રાજકુમાર સહિત સર્વે મિત્રોએ એને આવકાર આપી વધાવી લીધો. તેમજ કમળા-વિમળાને પણ રાણીઓએ સત્કારપૂર્વક બોલાવી.