________________
સ્વછંદતાને ખાતર,
૩૫૧ પાડી, જેથી રહસ્ય વગર કોકાસે શીખવવા માંડી. પછી કેકાણે સુંદર કાષ્ટના બે અશ્વો તૈયાર કર્યા. રાજકુમારેએ કોકાસ પાસે પિતાને બેસવા સારૂ એ ઘેડાઓની માગણી કરી, જેથી કેકાસે હદયમાં તેમના ઉપર સ્નેહ લાવીને કહ્યું-“વત્સ! એ પ્રેસરખા ઘોડા ઉપર બેસવાની તમારે માગણી કરવી નહિં.” એમ કહીને તેમને નિવાર્યા.
એક દિવસ કેકાસ ભરઉંઘમાં હતો અને તે ઘડાઓ સજી હતા, એનો લાભ લઈને તે બન્ને રાજકુમારો અશ્વ ઉપર ચઢીને આકાશમાં ઉડ્યા.
થોડીવારમાં કાકાસ ઉઠ્યો અને એ અશ્વો નહિ જેવાથી બીજા કુમારને પૂછયું કે–“અશ્વો કયાં ગયા?”
“એ અશ્વો ઉપર અને રાજકુમારે બેસીને આકાશમાં ઉડી ગયા.” બીજા રાજકુમારેએ જણાવ્યું.
અહા! માઠું થયું ! ધિક્કાર છે એ બાલચાપલ્યને ! તમારા એ બન્ને બાંધવો હવે જીવતા પાછા ફરશે નહિ, કેમકે કળનું મૂળ તેઓ જાણતા નથી, તેથી પાછા કેવી રીતે ફરશે? અશ્વને ઉતારવાની કીલિકા તેઓ જાણતા નથી જેથી તમારા બન્ને બાંધવા એમના બાળચાપત્યથી હંમેશ માટે ગયા સમજવા!” કોકાસે ખરી વાત જણાવી દીધી.
પરિણામે આકાશમાં ઉડેલા એ બંને બાળકે ઉતારવાની કળા નહી જાણવાથી કાળે કરીને પોતાની મેળેજ નાશ પામી ગયા.
કેકાસ વિચારમાં પડ્યો કે–“રાજા પૂછે તો શું ઉત્તર આપ? નક્કી એ મને મોતની સજા કરશે.”
લોકોના મોઢેથી રાજાને આ વાતની ખબર પડતાં કાકજંઘ રાજાએ કેકાસને શૂળીએ ચડાવવાનો હુકમ કર્યો. જગમાં રાજાઓની મૈત્રી તે એવી ચંચળજ હોય છે.
ગુરૂવાત્સલ્યભાવને ધારણ કરતા એક રાજકુમાર પાસેથી કેકાસને આ વાતની ખબર પડતાં તરતજ એણે પોતાને ભાવી વધ જાણુને એક મોટું યંત્ર તૈયાર કર્યું અને એના વચગાળે