________________
સ્વતાને ખાતર.
૩૪૯ રાણું પણ આપણી સાથે આવશે.” રાજાનું આ કથન સાંભળીને રથકાર ચમક્યા.
મહારાજ ! વિમાન બે જણજ બેસી શકે તેવું છે. બે કરતાં જે વધારે બેસશે તે અધિક ભારથી વિમાન ભાંગી જશે, માટે આ પની વાત યોગ્ય નથી.” રથકારે ખુલાસો કર્યો.
રથકારે નિષેધ કર્યા છતાં પણ અરિદમન રાજાએ રાણીને વિમાનમાં બેસાડી. “અહો! બળવાન પુરૂષ પણ એક અબળાનાં વચન માત્રથી બંધાઈ જાય છે. કોકાસ ઘણો પસ્તાવો કરીને બે“રાજન ! સ્વચ્છંદતા એ મનુષ્યને દુ:ખ કરનારી થાય છે. આપને આગળ ઘણે પસ્તાવો કરવો પડશે, કેમકે વિમાન ભાંગશે તો મારી પાસે તેને સાંધવાની કળા નથી, માટે હજી પણ સમય હાથમાં છે, તો રાણીને મહેલમાં પાછા મોકલે.” રથકારની શીખામણ રાજાએ ધ્યાનમાં લીધી નહિ.
આખરે વિમાન આકાશમાર્ગે ચાલ્યું. જ્યારે તે થોડે દૂર ગયું ત્યારે વિમાનમાં અધિક ભાર હોવાથી એની કળ એટલો ભાર જીરવી શકી નહિ. લગભગ સહસ્ત્ર કેશ ગયા પછી એના યંત્રની કીલિકા-ખીલીના તાર તુટી ગયા, અને યંત્ર પૃથ્વીતળ ઉપર પડયું.
રાજા અતિ ચિંતાતુર થયા. “અરે આપણે આ ક્યા દેશમાં આવ્યા? કઈ શત્રુને દેશ હશે તો મારું શું થશે?” એમ વિચારતાં કોકાસે એને ધીરજ આપીને કહ્યું-“મહારાજ! ખેદથી સર્યું! આપના શત્રુને જ આ દેશ છે, માટે ગુપ્તપણે રહો, નહિતર મોટી વિપત્તિ આવશે. આપ આ તરૂવર નીચે બન્ને જણ આરામ લ્યા. હું નગરમાં જઈને યંત્રને સુધારવાનાં ઉપકરણ લઈ આવું.” એમ કહીને રાજાને તરૂવાર નીચે બેસાડી પોતે તસલીપુર શહેરમાં ગયે. નગરમાં પૂછતાં પૂછતાં તે સૂત્રધાર કઈ રથકારને ઘેર ગયે અને એની પાસે યંત્ર સુધારવાનાં નાનાં મોટાં હથિયાર માગવા લાગ્યો. ત્યારે સૂત્રધારે કહ્યું “ ભાઈ! તે લીપુરપતિ કાકજંઘ રાજાને રથ સુધારૂં છું, જેથી આ ઓજાર રથ સુધાર્યા વગર તને આપી શકીશ નહિ.”
ઠીક, મને એ તારા રાજાને રથ જેવા દે.” કેકારો એમ